સુરત / સ્કૂલોની ફાઇનલ ફીમાં મહત્તમ આટલા ટકાનો ઘટાડો થતા વાલીઓ માટે રાહતનાં સમાચાર | VTV Gujarati News

સુરતમાં FRC દ્વારા વધુ સ્કૂલોની ફી જાહેર કરાઇ છે. વર્ષ 2018-19 અને 2019-20ની ફી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતની 32 સ્કૂલોની ફી જાહેર કરાઇ છે. જેમાં સ્કૂલોની ફાઇનલ ફીમાં મહત્તમ 45% સુધીનો ઘટાડો કરાયો છે. વિશ્વભારતી સ્કૂલ ધો.12 સાયન્સની પ્રપોઝ્ડ ફી 1 લાખ 7 હજાર 940ની સામે 55,730 ફી નક્કી કરાઇ છે. જ્યારે યૂરો સ્કૂલની ધો.9 અને 10ની પ્રપોઝ્ડ ફી 65,090 સામે 15,810 ફી. રયાન સ્કૂલની 11-12 સાયન્સની પ્રપોઝ્ડ ફી 63,210 સામે 43,030 ફી નક્કી કરવામાં આવી છે. તો નાલંદા એકેડમી ધો.7 અને 8ની પ્રપોઝ્ડ ફી 23,500ની સામે 15,400 ફી. વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો. 1થી 5ની પ્રપોઝ્ડ ફી 27,000 સામે 14,170 અને સ્ટેપિંગ સ્ટોનની ધો.9 અને 10ની પ્રપોઝ્ડ ફી 37,300 સામે 27,040 નક્કી કરાઇ છે. જ્યારે શ્રી હરિ એકેડમી ધો.7-8ની પ્રપોઝ્ડ ફી 35,980 સામે 27,430 અને એસ્પાયર સ્કૂલે ધો. 11-12 સાયન્સની 29,960 ફી જાહેર કરી છે. એટલે હવે જે સ્કૂલે આ નક્કી કરેલી ફી કરતા વધુ ફી લીધી હશે તો તેઓએ ફી પરત આપવી પડશે.

બ્રેકિંગ ન્યૂઝ