બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / HTAT 10000 teachers protest against Gujarat government
Gayatri
Last Updated: 12:54 PM, 17 December 2020
ADVERTISEMENT
ગુજરાતના 10 હજારથી વધુ HTAT આચાર્ય છેલ્લા ત્રણ દિવસથી આંદોલન પર છે. 4200 ગ્રેડ પેની જગ્યાએ 4400 ગ્રેડપેની માંગ સાથે આચાર્યોને બે દિવસથી વિરોધ કરતા અટકાવવામાં આવી રહ્યા છે. પહેલા અને બીજા દિવસે વિરોધ માટે આવેલા HTAT આચાર્યોની અટકાયત કરતા ત્રીજા દિવસે આચાર્યોએ આંદોલનની રણનીતિ બદલી છે. પ્રતીક ઉપવાસ માટે પરમિશન નહિ મળતા આચાર્યોએ હવે સોશિયલ મીડિયા પર આંદોલન શરૂ કર્યું છે. અને સાથે સાથે આચાર્યોએ સ્કૂલમાં કાળી પટ્ટી ધરણ કરી કામ શરૂ કર્યું છે.
ગાંધીનગરમાં વિરોધ પહેલા જ શિક્ષકોની અટકાયત કરાઈ હતી
ADVERTISEMENT
આ માંગને લઈ બે દિવસથી આચાર્યો વિરોધ માટે ગાંધી આશ્રમ ભેગા થાય છે પણ વિરોધ કરે તે પહેલાં અટકાયત કરી હતી જેને લઈ આચાર્યો દ્વારા પ્રતીક ઉપવાસની મંજૂરી માંગવામાં આવી હતી. આ મંજૂરી ન મળતા આચાર્યોએ સોસીયલ મીડિયામાં આંદોલન શરૂ કર્યું છે. આચાર્યો સ્કૂલમાં કાળી પટ્ટી ધરણ કરી કામ શરૂ કર્યું છે. અને સોસીયલ મીડિયામાં #Htat અમારો અધિકાર એવું અભિયાન શરૂ કર્યું છે.
H TAT હીતરિક્ષક સંઘ દ્વારા કરાઈ મોટી જાહેરાત
— Isudan Gadhvi (@isudan_gadhvi) December 15, 2020
જો અમને ન્યાય નહિ મળે તો સ્કૂલમાં કાળી પટ્ટી ધારણ કરીને સ્કૂલ જઈશું
આવતીકાલથી સત્યાગ્રહ છવણી ખાતે કરીશું પ્રતીક ઉપવાસ
તમામ જિલ્લામાંથી રોજ 50 H TAT આચાર્યો જોડાશે ઉપવાસમાં #HTAT #4400HTAT
HTAT કેડર લાગુ કરાઇ પરંતુ હજુ સુધી નિયમો બન્યા નથી
રાજ્યભરના HTAT આચાર્યો પડતર પ્રશ્નોને લઈ આંદોલનના માર્ગે છે. અનેક વખત સરકારને રજુઆત બાદ પણ નિરાકરણ ના આવતા આંદોલન શરૂ કર્યું છે. પડતર પ્રશ્નોમાં 4200ની જગ્યાએ 4400 ગ્રેડ પે લાગુ કરવા માંગ તેમજ 2012માં HTAT કેડર લાગુ કરાઇ પરંતુ હજુ સુધી નિયમો બન્યા નથી. નિયમોના અભાવે HTAT આચાર્ય કરતા શિક્ષકોનો પગાર વધારે હોવાનું આચાર્યો જણાવે છે
સોસીયલ મીડિયામાં #Htat અમારો અધિકાર એવું અભિયાન શરૂ.
તેમજ તાત્કાલિક બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના નિયમો બનાવવા માંગ કરાઈ છે. ઓવર સેટઅપનો પરિપત્ર રદ કરવા પણ માંગ છે. તેવી જ રીતે ધોરણ 1થી 8માં 250 વિદ્યાર્થીઓએ એક HTAT આચાર્યને બદલે 150 વિદ્યાર્થીઓએ એક HTAT આચાર્ય આપવા માંગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT