ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આ અભ્યાસ મિકેનિકલ બિહેવિયર ઓફ બાયોમટિરિયલ મેગેઝિનમાં પ્રકાશિત થયો છે. બિંગહેમ્પ્ટન યુનિવર્સિટીમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહેલા જેચરી ડબ્લ્યુ લિપસ્કીએ નવા અભ્યાસમાં જણાવ્યું કે સૂર્ય કેવી રીતે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે અને આપણી ત્વચા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો (ultraviolet radiation) શા માટે સૌથી ખરાબ છે? આસિ. પ્રોફેસર કે.જર્મનના નેતૃત્વમાં આ અભ્યાસને અંજામ અપાયો હતો. અલ્ટ્રાવાયોલેટ કિરણોને માનવ આંખ જોઇ શકતી નથી. તેને ફોટાનની ઊર્જા અને તરંગ લંબાઇના આધાર પર ચાર શ્રેણીમાં વિભાજિત કરાય છે.
ADVERTISEMENT
અગાઉના અભ્યાસોમાં જણાવાયું હતું કે પ્રત્યેક પ્રકારના અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી ત્વચાને કેન્સર થાય છે, પરંતુ વાસ્તવમાં તે કેવી રીતે માનવ ત્વચાને નુકસાન પહોંચાડે છે તેના પર કદી ધ્યાન અપાયું નથી. કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીનાં સંશોધકો વર્ષોથી એ વાત પર ચર્ચા કરતા આવ્યા છે કે યુવી-બીની તુલનામાં યુવી-એ વધુ નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચા પર કરચલી પડે છે અને ત્વચાના ઉત્તુકોમાં પરિવર્તન આવે છે.
ADVERTISEMENT
વર્તમાનમાં કરેલા અભ્યાસમાં સંશોધકોએ જાણ્યું કે કોઇ પણ યુવી વિકિરણ એકબીજા કરતાં થોડા કે વધુ હાનિકારક હોતા નથી. નુકસાન યુવી ઊર્જાની એ માત્રાથી થાય છે જે ત્વચાને અવશોષિત કરે છે. જેટલી વધુ ઊર્જાનાં વિકિરણો ત્વચાને અવશોષિત કરે છે એટલું વધુ નુકસાન પહોંચે છે. ઓછા વિકિરણો માત્ર ઉપરની સપાટીને નુકસાન પહોંચાડે છે, પરંતુ વધુ વિકિરણ અંદર સુધી અસર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો