... આ સરળ STEPS ફૉલો કરીને આધાર કાર્ડમાં ઑનલાઇન કે ઑફલાઇન કરો સુધારા

By : juhiparikh 12:39 PM, 09 July 2018 | Updated : 12:39 PM, 09 July 2018
સરકારની તરફથી PAN અને આધારના લિકિંગને અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. પરંતુ PANને આધારની સાથે લિંક કરતા પહેલા સુનિશ્ચિત કરી લો કે આધારમાં તમારી જાણકારી અપડેટ છે કે નહી. જો તમારો આધાર ડેટા અપડેટ નથી અથવા તો PAN કાર્ડનો ઇનિશિયલ્સ આધાર ડેટા સરખો નથી તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ITR ફાઇલિંગ સમયે PANના ઇનિશિયલ્સ નથી થઇ રહ્યા આધારની સાથે મેચ?

સરકારની તરફથી તમામ નાગરિક માટે ITR ફોર્મમાં આધાર નંબર અને PAN નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આ સાથે જ તમામ PAN કાર્ડધારકોને આધાર નંબર જણાવવો જરૂરી છે. જોકે ઘણા લોકો આધાર અને PANને લિકિંગમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 

જો તમે પણ ખોટું નામ, પિતાનું નામ અથવા તો જન્મ તિથિમાં ભૂલ જેવી મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છે તો UIDAIની વેસબાઇટ પર જઇને ભૂલ સુધારી શકો છો. તમે આધાર અપડેટ ફોર્મને ડાઉનલોડ કરી શકો છો અને આધાર સેવા કેન્દ્રમાં પણ જઇ શકો છો.

આ રીતે કરો આધાર અપડેટ:

તમે નજીકના એનરોલમેન્ટ સેન્ટરમાં જઇને જાણકારી અપડેટ કરી શકો છો. આ માટે તમારે સાથે આધાર કાર્ડ, સેલ્ફ અટેસ્ટેડ ID પ્રૂફ જરૂરથી લઇ જાઓ. તમારી તરફથી લઇ જવામાં આવનારું ID પ્રફમાં PANની જેમ સાચ્ચું નામ અને જન્મ તિથિનો ઉલ્લેખ હોવો જોઇએ. ઓનલાઇન પોર્ટલની મદદથી વ્યકિતનું નામ, લિંગ, જન્મ તિથિ, એડ્રેસ, મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી અપડેટ કરવાનું રહેશે. આ અપડેટ્સને UIDAI પર જઇને ચેક કરી શકાશે. નવો બદલાવ રિકવેસ્ટ નંબર નાખીને કરવામાં આવી શકે છે જે તમારી નવી એનરોલમેન્ટ ID હશે. એનરોલમેન્ટ સેન્ટરમાં જઇને 7-10 કાર્યકારી દિવસોમાં આધારની જાણકારી અપડેટ કરી શકાશે.

ઑનલાઇન અથવા તો ઑફલાઇન મોડની મદદથી કરો અરજી:

ઑનલાઇન માધ્યમની મદદથી તમે વેલિડ તમામ દસ્તાવેજો જેવા કે નામ, જન્મ તિથિ અથવા તો એડ્રેસમાં બદલાવ કરવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. જોકે, મોબાઇલ નંબર અથવા તો ઇમેલ IDમાં અપડેટ અથવા તો બદલાવની સ્થિતિમાં કોઇ દસ્તાવેજની જરૂર નહી પડે.

આ અપડેટ્સને ઑફલાઇનના માધ્યમથી પણ કરી શકો છો.Recent Story

Popular Story