બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ફેશન અને સૌંદર્ય / how to remove bad smell from wet clothes at home in monsoon

તમારા કામનું / વરસાદમાં ભીના કે ધોયેલા કપડાંમાંથી આવી રીતે દુર્ગંધ? આસાન 4 ટિપ્સથી કરો સ્મેલ ફ્રી, ભેજ થઈ જશે છૂમંતર

Vaidehi

Last Updated: 07:32 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોએ વરસાદમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાંની એક છે ભીના કપડાંમાંથી આવતી દુર્ગંધ! વાંચો કઈ રીતે તમે આ સ્મેલને દૂર કરી શકશો.

  • ચોમાસાની ઋતુમાં કપડાં સૂકાવું અઘરું
  • ભેજનાં લીધે કપડાંમાંથી આવે છે દુર્ગંધ
  • તડકો ન મળતાં કપડાંમાં જન્મે છે બેક્ટેરિયા

ચોમાસાની સીઝનમાં ધોવાયેલા કપડાંમાંથી દુર્ગંધ આવવી એ એક સામાન્ય સમસ્યા છે. કપડાં સારી રીતે ધોવાયા હોય તેમ છતાં ભેજની એક સ્મેલ કપડાંમાં બેસી જતી હોય છે.  ઘણીવખત તો આ સ્મેલ એટલી વધુ સ્ટ્રોંગ હોય છે કે કપડાં પહેરવું મુશ્કેલ બની જાય છે.  ભીના કપડાંને તડકો ન મળવાને લીધે તેમાંથી દુર્ગંધ આવતી હોય છે.  જ્યારે કપડાં બરાબર રીતે સૂકાયા ન હોય ત્યારે તેમાં બેક્ટેરિયા પણ જન્મે છે જેના લીધે ઘણીવાર લોકોને સ્કીન સંબંધિત સમસ્યાઓ આવે છે. 

કપડાંમાંથી દુર્ગંધ દૂર કરવાના ઉપાયો

ઈસ્ત્રી કરો
ઘણીવાર કપડાં ધોવાઈ તો જાય છે પરંતુ તે બરાબર રીતે સૂકાઈ શકતાં નથી. આવી સ્થિતિમાં  કપડાંને ઈસ્ત્રી કરવા જોઈએ. કપડાને પ્રેસ કરવાથી તેમા રહેલ ભેજ દૂર થાય છે અને કપડાં ડ્રાય થઈ જાય છે. જેના લીધે કપડાંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.
 
કપૂરની ગોળીઓ
ધોવાયેલા કપડાંમાંથી જ્યારે સ્મેલ આવતી હોય છે ત્યારે તેમાં કપૂરની ગોળીઓ મૂકવી જોઈએ. કપૂરની સ્મેલ તેજ હોય છે અને જ્યારે કપડાંની વચ્ચે કપૂરને મૂકીએ છીએ ત્યારે કપડાં પણ મહેકી ઊઠે છે.

સુગંધીદાર ડિટેર્જેંટ
વરસાદની સીઝનમાં કપડાંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે સુગંધીદાર ડિટેર્જેંટ પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ.  કપડાં જ્યારે સૂકાઈ જાય છે ત્યારે તેમાંથી સુગંધ આવવા લાગે છે. આ સાથે જ કપડાંને ફેનની નીચે સૂકાવી દેવું જોઈએ જેથી કપડામાં રહેલ ભેજ દૂર થાય.

વૉશિંગ મશીનનાં ડ્રાયરની મદદ
આ સીઝનમાં કપડાં સૂકાયા બાદ પણ ઘણીવાર તેમાં ભેજ રહી જતો હોય છે તેથી તેને વૉશિંગ મશીનનાં ડ્રાયરમાં સૂકાવું જોઈએ. ત્યારબાદ આ કપડાને પંખાની નીચે અથવા ખુલ્લી હવામાં ડ્રાય થવા માટે મૂકવા જોઈએ. આવું કરવાથી તેમાંથી સંપૂર્ણપણે ભેજ દૂર થશે અને દુર્ગંધ પણ આવશે નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ