બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 10:00 PM, 10 June 2022
ADVERTISEMENT
દેશની મહિલાઓને સરકાર મફતમાં સિલાઈ મશીન આપી રહી છે. કેન્દ્ર સરકારે દેશની મહિલાઓને આર્થિક રીતે મજબૂત અને સ્વતંત્ર બનાવવા માટે કેટલીય સ્કીમો ચલાવી રહી છે. સરકારનો પ્રયત્ન છે કે, દેશની મહિલાઓ સશક્ત બને. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ અંતર્ગત દેશની મહિલાઓને સરકાર તરફથી ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ એક અરજી કરવાની રહેશે.
ADVERTISEMENT
ઉંમર 20 થી 40 વર્ષ જરૂરી
કેન્દ્ર સરકારની આ યોજના દેશના દરેક રાજ્યમાં 50 હજાર મહિલાઓ માટે તૈયાર કરવામાં આવી છે. પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2022 અંતર્ગત કોઈ પણ રકમ આપ્યા વગર મબિલાઓને સિલાઈ મશીન આપવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત અરજી કરનારી મહિલાઓની ઉંમર 20 થી 40 વર્ષની હોવી જોઈએ. અપ્લાઈ કર્યા બાદ મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામા આવે છે.
ADVERTISEMENT
પીએમ મફત સિલાઈ મશીન યોજના હાલમાં દેશના અમુક રાજ્યોમાં જ ચાલી રહી છે. તેમાંથી હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર , ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં ચાલી રહી છે. આ રાજ્યોની મહિલાઓ આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.
કોણ ઉઠાવી શકે છે આ યોજનાનો લાભ
ADVERTISEMENT
ADVERTISEMENT
કેવી રીતે ઓનલાઇન અરજી કરવી
ગામ અને શહેર બંનેની મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. જો કોઈ વ્યક્તિ આ યોજના હેઠળ અરજી કરવા માંગે છે, તો તેણે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ www.india.gov.in પર જવું પડશે.
ADVERTISEMENT
વેબસાઈટના હોમ પેજ પર, તમને સિલાઈના મફત પુરવઠા માટે અરજી કરવાની લિંક મળશે. લિંક પર ક્લિક કરીને, અરજી ફોર્મની PDF ની પ્રિન્ટ આઉટ લો અને પછી ફોર્મ ભરો. આ સિવાય જરૂરી દસ્તાવેજો જોડો. ત્યારપછી ફોર્મ સંબંધિત ઓફિસમાં જમા કરાવો. તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે અને જો તમારા દ્વારા આપવામાં આવેલી તમામ માહિતી સાચી જણાશે તો તમને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે.
મફત સિલાઈ મશીન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.