બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / how to easily recover or delete data from any device

ટિપ્સ / કોઇ પણ ડિવાઇસથી ડિલીટ થઇ ગયેલો ડેટા આ સરળ રીતે કરો રિકવર

vtvAdmin

Last Updated: 06:04 PM, 1 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમ્પ્યૂટરમાં કોઇ પણ રીતે ભૂલથી ડેટા ડિલીટ થઇ જાય છે અને પછી તમે રિસાઇકલ બિનમાં જાવ તો પણ તમને મળતો નથી. એવી કન્ડીશનમાં ખૂબ જ સમસ્યા થઇ જાય છે. આ તમામ સમસ્યાઓનો એક સરળ ઉપાય છે જે અમે તમને આ આર્ટિકલમાં જણાવવા જઇ રહ્યા છીએ.

જો તમે કોમ્પ્યૂટર, હાર્ડ ડ્રાઇવસ પેન ડ્રાઇવ, એસડી કાર્ડનો વધારે ઉપયોગ કરો છો તો આ આર્ટિકલ તમને ખૂબ જ કામમાં આવી શકે છે. જો તમે આ ચીજોનો ઉપયોગ કરો છો તો આ તમામ ડિવાઇસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા પણ રાખતા હશો. એવામાં આપણી સાથે મોટાભાગે એવું થાય છે કે કેટલીક ખૂબ જ જરૂરી ફાઇલ્સ અથવા ડોક્યૂમેન્ટ ટ્રાન્સફર કર્તા દરમિયાન ડિલીટ અથવા કરપ્ટ થઇ જાય છે. 

આ ઉપરાંત કોમ્પ્યૂટરમાં કોઇ પણ રીતે ભૂલથી ડિલીટ થઇ જાય છે અને પછી તમે રિસાઇકલ બિનમાં જાવ તો પણ તમને મળતો નથી. એવી કન્ડીશનમાં ખૂબ જ સમસ્યા થઇ જાય છે. આ તમામ સમસ્યાઓનો એક સરળ ઉપાય છે જે અમે તમને આ આર્ટિકલમાં જણાવવા જઇ રહ્યા છીએ. જો તમારી સાથે પણ આવી સમસ્યા થાય છે તો તમે તમારા કોમ્પ્યૂટરમાં એક સોફ્ટવેર ડાઉનલોડ કરો. આ સોફ્ટવેરનું નામ Recoverit છે. 

આ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કર્યા હાદ પહેલી વખત તમને એની અંદર ઘણા બધા વિકલ્પ મળશે. ઉદાહરણ તરીકે જો તમારા પેન ડ્રાઇવમાં કંઇ પણ ડેટા ડિલીટ થયો છે તો તમે Recoverit  ની અંદર જઇને એક્સટર્નલ ડિવાઇસનો વિકલ્પ પસંદ કરો ત્યારબાદ તમારી પેનડ્રાઇવનું નામ જોવા મળશે અથવા જે પણ ડિવાઇસ નાંખશો એનું નામ જોવા મળશે. 

Image result for how to easily recover or delete data from any device

એને ક્લિક કરીને Next પર ક્લિક કરો. ત્યારબાદ તમારે Start પર ક્લિક કરવું પડશે. સોફ્ટવેર તમારી પેન ડ્રાઇવની તમામ ડિલીટ ફાઇલને સ્કેન કરશે અને પછી તમને દેખાવવા લાગશે. ત્યારબાદ તમે જે પણ ફાઇલને રિકવર કરવા ઇચ્છો છો એને સિલેક્ટ કરીને કરી શકો છો. આ પ્રકારે તમે સરળતાથી તમારો ડિલીટ ડેટા રિકવર કરી શકશો. 

તમને જણાવી દઇએ કે પેન ડ્રાઇવની જેમ તમે કોઇ પણ એક્સટર્નલ અથવા ઇન્ટરનલ ડિવાઇસથી ડિલીટ થયેલી ફાઇલ્સને સરળતાથી રિકવર કરી શકશો. અહીંયા ધ્યાન આપવા જેવી એક વાત છે કે તમને 100 એમબી સુધીને ડેટા ફ્રી માં રિકવર થઇ જાય છે જો તમારે એનાથી વધારે ડેટા રિકવર કરવાનો છે તો તમારે આ સોફ્ટવેરનું  પ્રો વર્ઝન ખરીદવું પડશે, જેના માટે થોડા પૈસા ખર્ચ કરવા પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Software Technology tips ડિલીટ ડેટા સોફ્ટવેર tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ