બ્રેકિંગ ન્યુઝ
Khyati
Last Updated: 06:10 PM, 6 May 2022
ADVERTISEMENT
વર્તમાન યુગમાં ઘૂંટણનો દુખાવો કોઈપણ ઉંમરે થઈ શકે છે. કારણે આપણી ફુડ હેબિટ એટલી બદલાઇ ગઇ છે કે પોષણયુક્ત આહાર આપણે ખાતા નથી ફાસ્ટફૂડમાં જ રચ્યાપચ્યા રહીએ છીએ. આહારમાં પોષક તત્વોની કમી છે તો પણ તમે ઘૂંટણમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. એટલા માટે તમારા રોજિંદા આહારમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે. આજકાલ તો નાની ઉંમરમાં પણ લોકો ઘૂંટણમાં દુઃખાવાની ફરિયાદ કરે છે. આનું કારણ હોઇ શકે છે વિટામિન્સની ઉણપ. જો તમે ન્યુટ્રીશન યુક્ત આહાર લેશો તો નાની ઉંમરમાં આવો દુઃખાવો નહી થાય. ત્યારે આવો જાણીએ શા માટે થાય છે ઘૂંટણમાં દુઃખાવો
ઘૂંટણનો દુખાવો શા માટે થાય છે?
ADVERTISEMENT
જો તમને શરીરમાં કેલ્શિયમ અથવા પ્રોટીનની કમી થવા લાગે છે, તો ઘૂંટણમાં દુખાવો થવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે. ક્યારેક દુખાવો થવાને કારણે સોજો પણ આવવા લાગે છે, આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
ઘૂંટણનો દુખાવો ઓછો કરવા આ ખોરાક ખાઓ
1. લીલા પાંદડાવાળા શાકભાજી
કોબીજ અને બ્રોકોલી જેવા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી શરીરમાં બળતરા પેદા કરતા એન્ઝાઇમ્સ ઓછા થવા લાગે છે. તેથી તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો જેથી કરીને હાડકાં મજબૂત રહે.
2. નટ્સ
આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર અખરોટ ખાવાની ભલામણ કરે છે કારણ કે તેમાં વિટામિન અને પ્રોટીન ભરપૂર હોય છે. તે હાડકાંને મજબૂત બનાવે છે, તેથી જ અખરોટ ખાવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.
3. આદુ અને હળદર
આદુ અને હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, તેથી જ સદીઓથી આ મસાલાનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. જો ઘૂંટણમાં દુખાવો થતો હોય તો આ બે વસ્તુઓને ડાયટમાં ચોક્કસ સામેલ કરો. જો તમે આદુ અને હળદરનો ઉકાળો પીશો તો પણ તેની ખૂબ અસર થશે.
4. ફળો
કેટલાક ફળ ખાવાથી ઘૂંટણનો દુખાવો મટે છે. આમાં નારંગી, સ્ટ્રોબેરી અને ચેરીનો સમાવેશ થાય છે, જેમાં વિટામિન સી અને લાઇકોપીન જેવા પોષક તત્વો હોય છે, જે હાડકાંની બળતરા પણ ઘટાડે છે.
5. દૂધ
વિટામીન ડી અને કેલ્શિયમ દૂધ અને તમામ દૂધની બનાવટોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે હાડકાની મજબૂતી માટે ફાયદાકારક છે. ધ્યાન રાખો કે દૂધમાં વધુ પડતી ચરબી ન હોવી જોઈએ નહીંતર વજન વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.