how to apply passport, follow these steps for passport application
અરજી /
એક અઠવાડિયામાં બની જશે નવો પાસપોર્ટ, ફૉલો કરો આ સ્ટેપ્સ
Team VTV11:19 AM, 09 Aug 19
| Updated: 11:23 AM, 09 Aug 19
ભારતની બહાર જન્મ લેનારા અરજદારોને ભારતીય પાસપોર્ટ આપવામાં આવતો નથી. જોકે તમારા માતા-પિતામાંથી કોઇ એક તમારા જન્મ સમયે ભારતના નાગરિક રહ્યા હોય અને તો ભારત સરકાર દ્વારા નાગરિકતા મળી હોય તો અહીંયાનો પાસપોર્ટ બની શકે છે.
પાસપોર્ટ બનાવડાવવાની પ્રક્રિયા સરળ છે. જો જરૂરી દસ્તાવેજોને બરાબર રીતે રજૂ કર્યા હોય અને તમામ ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થઇ ચૂક્યા હોય તો પાસપોર્ટને તમારા ઘરે આવતા ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય લાગે છે. પાસપોર્ટ 2 પ્રકારે બનાવી શકાય છે એક પાસપોર્ટની ઑફિસ જઇને અને બીજો ઑનલાઇન અરજી કરીને.
આ રીતે પાસપોર્ટ બનાવવા માટે કરો અરજી:
ઑનલાઇન રજિસ્ટ્રેશન:
- જો તમે પાર્સપોર્ટ કેન્દ્ર નથી જવા માંગતા અને તમારો કિંમતી સમચ બચાવવા માંગો છો તો તમે 'ઑનલાઇન અપૉઇન્ટમેન્ટ સિસ્ટમ' ની મદદ લઇ શકો છો. ફોર્મ ડાઉનલોડ કરીને ભરી અને સાથે જરૂરી દસ્તાવેજોની ઇ-કોપી અટેચ કરીને તમે પોર્ટલ પર અપલૉડ કરી દો.
- પોલિસ વેરિફિકેશન માટે પણ તમારે ઇ-ફોર્મ સબમિટ કરવુ પડશે. ઑનલાઇન અરજી કરતી વખતે આધાર કાર્ડ, વોટર આઇડી, PAN કાર્ડ અને ગુનાહિત ઇતિહાસ ન હોવાની એફિડેવિટ રજૂ કરવાની હોય છે.
- આ સિવાય તમે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જઇ અને ત્યાં ફોર્મ ભરીને દસ્તાવેજો જમા કરાવો. આ પછી અનેક ડેસ્ક પર ગયા બાદ લાંબો સમય તમારે ત્યાં આપવાનો રહેશે. ત્યારબાદ તમને અપોઇન્ટમેન્ટની સૂચના આપવામાં આવશે. તમારી ફિંગરપ્રિન્ટ, આઇ પ્રિન્ટ, ફોટો ખેંચાવવાની સાથે જ દસ્તાવેજોની ઇ-કોપી બનાવીને કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવે છે. બની શકે છે કે દસ્તાવેજમાં કોઇ ખામી રહી જતાં તમારે ફરી વખત જવુ પડી શકે છે.
બાળકો માટે પણ બાયોમેટ્રિક્સ ટેસ્ટ:
- વર્તમાનમાં બાળકો સહિતના તમામ અરજદારો (ઓનલાઇનવાળા પણ) માટે પણ આ ટેસ્ટ અનિવાર્ય છે કે તે પાસપોર્ટ ઓફિસ જઇને પોતાના બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ) અને ફોટો સેશન માટે ત્યાં હાજર રહે.
પાસપોર્ટ બનાવવાની ફી:
- પાસપોર્ટ બનાવવા માટે ફી તમારે અરજીની સાથે જ આપવાની રહે છે. તે 1500થી લઇને 2000 રૂપિયા હોય છે. તમે રોકડા આપી શકો છો અથવા પાસપોર્ટ સેવા કેન્દ્રના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ ભરો અથવા ડેબિટ-ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકો છો. જો કોઇ પ્રકારની પેનલ્ટી લાગે છે તો રોકડ જમા કરાવવાની રહેશે. જો તત્કાલ પાસપોર્ટ ઇચ્છો છો તો તેના માટે વધારે રકમ આપવી પડશે.