બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / How our earth has changed in 10 million years see this video

OMG / અદભૂત.! 10 કરોડ વર્ષમાં કેવી રીતે બદલાઈ આપણી પૃથ્વી, આવો VIDEO તમે ક્યાંય નહીં જોયો હોય

Vikram Mehta

Last Updated: 09:54 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્ટોનિક પ્લેટ્સ કેવી રીતે ખસી રહી છે. ધરતીનું ઉપરનું પડ (ક્રસ્ટ) કેવી રીતે એકબીજાથી અલગ થઈ રહ્યું છે, તે તમામ બાબતો આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે.

  • 10 કરોડ વર્ષથી ધરતીની સપાટી બદલાઈ રહી છે!
  • 21 સેકન્ડના વિડીયોમાં 10 કરોડ વર્ષનો ઈતિહાસ.
  • વિસ્તૃત પદ્ધતિઓની મદદથી મહાદ્વીપની મૂવમેન્ટની સ્ટડી કરાઈ. 

10 કરોડ વર્ષથી ધરતીની સપાટી સતત બદલાઈ રહી છે. પહેલા એક વિશાળકાય મહાદ્વીપ હતો, જે તૂટીને અલગ થઈ રહ્યો છે. કેવી રીતે ટેક્ટોમિક પ્લેટ્સ ખસી રહી છે અને કેવી રીતે મહાદ્વીપ બની રહ્યા છે, તેનો એક વિડીયો બનાવવામાં આવ્યો છે. આ 21 સેકન્ડના વિડીયોમાં 10 કરોડ વર્ષનો ઈતિહાસ સમાયેલો છે. 

વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે, ટેક્ટોનિક પ્લેટ્સ કેવી રીતે ખસી રહી છે. ધરતીનું ઉપરનું પડ (ક્રસ્ટ) કેવી રીતે એકબીજાથી અલગ થઈ રહ્યું છે. એકબીજા સાથે ટકરાઈ રહી છે. આ પ્લેટ્સ હલે છે, તો મેંટલ સુધી અસર થાય છે. જેના કારણે સબડક્શન ઝોન બને છે. જ્વાળામુખી ફાટવા લાગે છે અને ધરતી પર ભૂકંપ આવે છે. 

મહાદ્વીપ માત્ર આનાથી જ નથી બન્યા. વરસાદના કારણે પણ સપાટી મજબૂત બને છે. ઋતુમાં ફેરફાર થાય છે. કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં ફેરફાર થાય છે. વાયુમંડળમાં સતત ફેરફાર થતો રહે છે. યૂનિવર્સિટી ઓફ સિડનીમાં જિયોસાઈંસિસના સિનિયર લેક્ચરર ટ્રિસ્ટન સાલેસ જણાવે છે કે, વિસ્તૃત પદ્ધતિઓની મદદથી મહાદ્વીપની મૂવમેન્ટની સ્ટડી કરવામાં આવી રહી છે. 

આ વિડીયો મોડલનો રિપોર્ટ સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 20 કરોડ વર્ષ પહેલા પૈંજિયા (Pangaea) તૂટીને અલગ થવા લાગે છે. 10 કરોડ વર્ષ સુધીમાં તે તૂટવાની શરૂઆત થવા લાગે છે. આ વિડીયોમાં આફ્રિકા અને દક્ષિણ અમેરિકા અલગ થવાની કહાની સ્પષ્ટ જોવા મળી રહી છે. ઉત્તરી ગોળાર્ધના મહાદ્વીપ એકબીજાથી કેવી રીતે અલગ થઈ રહ્યા છે તે જોવા મળી રહ્યું છે. 

ફ્રાંસના ગ્રેનોબેલ સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ અર્થ સાઈસેંસના જિયોલોજિસ્ટ લોરેંટ હ્યુસન જણાવે છે કે, અમે પૃથ્વીની નજીકના ઈતિહાસનું મોડેલ બનાવ્યું છે. આ તમામ ડાયનેમિક્સ સમજીને આ મોડલ બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન જૂના મોડલ્સ, દસ્તાવેજ તથા અન્ય સાઇંટિફિર રિપોર્ટ્સ પણ ચેક કરવામાં આવે છે. આ ઈનપુટ્સને પણ શામેલ કરવામાં આવ્યા છે. 6થી 3 કરોડ વર્ષ પહેલા ભારત અને ચીનની સીમા પર બનેલ હિમાલય અને તિબેટના પથ્થરોનું નિર્માણ પણ આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

10 million years ago video Earth changed Science of earth movement reasons for earthquake video of earth Movement OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ