બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / How is your Thursday going? The auspicious-benefit yoga of which zodiac sign, who will lose, see the horoscope
Last Updated: 06:37 PM, 18 April 2024
આજનું પંચાંગ
18 04 2024 ગુરુવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ દશમ સાંજે 5:31 પછી અગિયારસ
નક્ષત્ર મઘા
યોગ ગંડ
કરણ ગર
રાશિ સિંહ (મ.ટ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે. સમાજ કુટુંબમાં માન સન્માન મળશે. જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે. નોકરી ધંધામાં અનુકૂળતા જણાય.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને. ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. પારિવારિક શાંતિ જળવાય.
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બને. પરિવારમાં સારા કામનું આયોજન થાય. સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને. અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય.
કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલોના આશીર્વાદથી કામ સફળ બને. પરિવારમાં વાતાવરણ આનંદમય રહે. નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય. સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય.
ADVERTISEMENT
સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કામકાજની શરુઆતથી લાભ થાય. પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું. પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે. જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પોતાની જાતને ઓળખો-સફળતા મળશે. આવકના નવા દ્વાર ખુલશે. સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય. પારિવારિક શાંતિ જળવાય.
ADVERTISEMENT
તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બને. ધંધામાં ધનલાભની સંભાવના. મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં જવાબદારી વધે. વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય. દામ્પત્ય જીવન આનંદમય રહે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધે.
ADVERTISEMENT
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને. સાહસ પરાક્રમથી સફળતા મળે. નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના. ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય.
મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય. જમીન-વાહન લેવા માટે સારો સમય. પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે. માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે.
ADVERTISEMENT
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શત્રુપક્ષે સાવધાની જરૂરી છે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. ભાઈભાંડુ વડીલવર્ગથી લાબ થાય. મુસાફરીના યોગો જણાય છે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો. પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે. ધન સંબંધી ચિંતાઓ હળવી થશે. સ્વાસ્થ્ય બાબતે સંભાળવું.
શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1:30 થી 3:00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.