બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:51 PM, 28 May 2022
ADVERTISEMENT
IPL-૨૦૨૨ની ઇનામી રકમ
ADVERTISEMENT

રવિવારે છે IPL 2022ની ફાઈનલ મેચ
આઇપીએલ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગમાં દર વર્ષે ક્રિકેટની દુનિયાના સૌથી મોટા મોટા ખેલાડી રમવા આવે છે. આઇપીએલમાં રમતા ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આઇપીએલનો ખિતાબ જીતનારી ટીમને કેટલી ઇનામી રકમ આપવામાં આવે છે? આઇપીએલમાં ચેમ્પિયન બનનારી ટીમથી લઈને ચોથા સ્થાન પર રહેનારી ટીમને ઇનામી રકમ આપવામાં આવે છે.
ADVERTISEMENT

ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થશે મુકાબલો
આઇપીએલ-૨૦૨૨ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવાની છે. આ મુકાબલામાં જીતનારી ટીમને ૨૦ કરોડ રૂપિયાની પ્રાઇઝ મની મળશે. આ રકમ દુનિયાભરમાં રમાતી ટી-૨૦ લીગ કરતાં સૌથી વધુ છે. ફાઇનલમાં હારનારી ટીમને પણ ૧૩ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ મળશે. ગત વર્ષે આ રકમ ૧૨.૫ કરોડ રૂપિયા હતી, જ્યારે ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમને પણ સાત-સાત કરોડ રૂપિયા મળવાના છે. ઉલ્લેખનીય છે કે ગત સિઝનમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમને ૮.૭૫ કરોડ રૂપિયા મળ્યા હતા.
ADVERTISEMENT

જાણો કેટલું મળશે ઇનામ?
ADVERTISEMENT
દુનિયાભરમાં રમાતી અલગ અલગ ટી-૨૦ લીગમાંથી કોઈ પણ લીગમાં આટલી પ્રાઇઝ મની આપવામાં આવતી નથી. આઇપીએલ બાદ કેરેબિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ ઇનામી રકમ આપવામાં આવે છે. આ લીગમાં ચેમ્પિયન બનનારી ટીમને ૭.૫ કરોડ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે પાકિસ્તાન સુપર લીગની પ્રાઇઝ મની તો બાંગ્લાદેશ પ્રીમિયર લીગ કરતાં પણ ઓછી છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ટ્રોફી જીતનારી ટીમને ૬.૩૪ કરોડ રૂપિયાની ઇનામી રકમ મળે છે અને પાકિસ્તાન સુપર લીગમાં ૩.૭૩ કરોડ રૂપિયા મળે છે. આની સામે આઇપીએલમાં અનેક ગણા વધારે ભાવથી અનેક ખેલાડીને ખરીદવામાં આવે છે.
આઇપીએલની શરૂઆત ૨૦૦૮માં થઈ હતી અને હાલ ૧૫મી સિઝન અંતિમ તબક્કામાં છે. આઇપીએલ દુનિયામાં સૌથી વધુ જોવાતી ક્રિકેટ લીગ છે. આઇપીએલની પહેલી સિઝનમાં ફાઇનલ જીતનારી ટીમ રાજસ્થાન રોયલ્સને ૪.૮ કરોડ રૂપિયા મળ્યા હતા. હવે આ ઇનામી રકમમાં લગભગ ચાર ગણો વધારો થઈ ચૂક્યો છે. ગત વર્ષે ખિતાબ જીતનારી ચેન્નઈ સુપર કિંગ્સને ૨૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ વર્ષે પણ આ ઇનામી રકમ આટલી જ રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.