બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Politics / How Congress gradually got stronger in Telangana, KCR lost in his stronghold

રાજકારણ / તેલંગાણામાં ધીમે ધીમે કઈ રીતે મજબૂત થતી ગઈ કોંગ્રેસ... પોતાના ગઢમાં જ હારી ગયા KCR, પેપરલીક-ભ્રષ્ટાચાર રહ્યા સૌથી મોટા મુદ્દા

Priyakant

Last Updated: 12:13 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 Latest News: ચૂંટણી વિશ્લેષકો કોંગ્રેસના વધતા કદ અને BRSની ઘટતી જતી વોટ બેંકના અલગ અલગ અર્થઘટન કરી રહ્યા છે, કોંગ્રેસના વધતા કદ અને BRSની ઘટતી જતી વોટ બેંકનું શું છે કારણ ?

  • તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ચોંકાવનારા વલણો
  • તેલંગાણામાં કોંગ્રેસ સતત ચાલી રહી આગળ 
  • કોંગ્રેસના વધતા કદ અને BRSની ઘટતી જતી વોટ બેંકનું શું છે કારણ ? 

તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ચોંકાવનારા વલણો સામે આવી રહ્યા છે. અહીં સવારથી કોંગ્રેસ સતત આગળ ચાલી રહી છે. જ્યારે 9 વર્ષથી સત્તા પર રહેલા BRSનો કિલ્લો જાણે ધરાશાયી થતો જોવા મળી રહ્યો છે. અહીં ચૂંટણી વિશ્લેષકો કોંગ્રેસના વધતા કદ અને BRSની ઘટતી જતી વોટ બેંકના અલગ અલગ અર્થઘટન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તેલંગાણામાં કુલ 119 વિધાનસભા સીટો છે.

કે.ચંદ્રશેખરનું કદ ઘટવાના ઘણા કારણો 
જો રાજકીય વિશ્લેષકોનું માનીએ તો BRS સુપ્રીમો કે.ચંદ્રશેખરનું કદ ઘટવા પાછળ ઘણા કારણો છે. વિશ્લેષકો કહે છે કે, સતત સત્તામાં હોવા છતાં રાજ્યમાં સરકારી કર્મચારીઓના પગાર સમયસર ચૂકવવામાં આવતા નથી. 18મીથી 20મી સુધી લોકોના ખાતામાં પગાર જમા થઈ રહ્યો છે. આ ઉપરાંત રાજ્યના યુવાનો બેરોજગારીથી પરેશાન છે.આ ઉપરાંત સરકારી કર્મચારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જો પરિવારમાં પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તો તેમની બદલી અલગ-અલગ જિલ્લામાં કરવામાં આવે છે. સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે, જેના કારણે લોકો પરેશાન છે. 

તાજેતરના વલણો અનુસાર કોંગ્રેસ અહીં 76 બેઠકો પર આગળ છે. BRS 34 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 6 બેઠકો પર અને અન્ય પક્ષો 3 બેઠકો પર આગળ છે. ઓપિનિયન પોલમાં તેલંગાણાના લોકો સરકારી નોકરીઓના પેપર લીક થવા પર નારાજ જોવા મળ્યા હતા. યુવાનોએ કહ્યું કે, સતત પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ થાય છે. જેના કારણે રોજગાર મેળવવામાં વિલંબ થાય છે. ઘણી વખત આ કારણોને લીધે ઉંમર વહી જાય છે અને યુવાનોને સરકારી નોકરી મળતી નથી. આ સાથે જ ચૂંટણીના માહોલમાં રાજ્ય જાહેર સેવા આયોગની સૂચનાઓ યોગ્ય રીતે પ્રદર્શિત થતી નથી તેવી ફરિયાદ પણ યુવાનોએ કરી હતી. અધિકારીઓ અને નેતાઓ ચુપચાપ તેમના સંબંધીઓને નોકરીએ રાખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ