બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / how to add members in whatsapp group without saving their contact number follow these tips

ટિપ્સ / WhatsAppનું ફીચર, નંબર SAVE કર્યા વગર નવા મેમ્બર્સને કરો ગ્રુપમાં એડ

Published By: vtvAdmin

Last Updated: 12:41 PM, 8 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp મેસેજિંગ પ્લેટફોર્મ પર સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ચેટિંગ એપ્સમાંથી એક છે.

WhatsApp એપમાં યૂઝર્સને વૉઇસ અને વીડિયો ચેટ, ગ્રુપ ચેટ જેવા ફિચર્સ મળે છે. ગ્રુપ ચેપ WhatsAppના કેટલાક સારા ફિર્ચસમાંથી એક છે અને કોઇ પણ વિષય પર ચર્ચા કરવાથી લઇને, ફેમિલી-બિઝનેસ ગ્રુપ્સ સુધી એ પર અલગ-અલગ કારણોથી મિત્રો, સંબંધીઓ, કૉવર્કર અને તમામ યૂઝર્સ ગ્રુપ્સ બનાવે છે. એપ યૂઝ કરી રહેલા મોટાભાગના યૂઝર્સ એક અથવા તો એકથી વધારે ગ્રુપ્સથી જોડાયેલા હશે.

મોટાભાગના યૂઝર્સ WhatsApp પર ગ્રુપ બનાવવાનું અને ગ્રુપમાં નવા મેમ્બર્સ જોડવાનું જાણે છે. એક વખત ગ્રુપ બની ગયા પછી તમે તમરા કોન્ટેક્ટ્સમાં રહેલા લોકોને ગ્રુપમાં જોડી શકો છો. એક સમસ્યા સામે આવે છે જ્યારે કોઇ પણ નવા યૂઝરને ગ્રુપમાં એડ કરવા માટે તેનો નંબર તમારા ફોનમાં સેવ હોવો જોઇએ. એવામાં કોઇ નવું મેમ્બર ગ્રુપમાં એડ કરવો હોય અને તે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં ના હોય, તો સૌથી પહેલા તેનો નંબર સેવ કરવાનો રહેશે. કોઇ મોટું ગ્રુપ બનાવવાની સ્થિતિમાં આ સમસ્યા વધી જાય છે.

જોકે તમે WhatsAppના નવું  'invite link' ફિચર ઉપયોગ કરી શકે છે. આ માટે તમારા સ્માર્ટફોનમાં લેટેસ્ટ WhatsAppનું વર્ઝન ઇન્સ્ટોલ કરવાનું રહેશે અને પછી આ સ્ટેપ્સ ફૉલો કરવાનું રહેશે...

- સૌથી પહેલા WhatsApp ઑપન કરો.

- તમે તે ગ્રુપમાં જાઓ, જ્યાં તમારે નવા મેમ્બર્સ જોડવાના છે.

- સ્ક્રીનના ટૉપ રાઇટ કોર્નરમાં 3 ડૉટ્સ પર ટેપ કરીને મેન્યૂ ઑપન કરો.

- હવે ગ્રુપ ઇન્ફો ઑપ્શન પર ટેપ કરો.

- અહીં સ્ક્રૉલ ડાઉન કર્યા પછી 'invite via link' પર ટેપ કરો.

- હવે તમને એક મેસેજ દેખાશે, 'invite link has been made' અને તેની નીચે 4 ઑપ્શન, સેન્ડ લિંક વયા WhatsApp, કોપી લિંક, શેર લિંક અને રિવોક લિંક મળશે. 

- હવે તમે જેણે ગ્રુપમાં એડ કરવા માંગો છો, તેને ઇન્વાઇટ લિંક મોકલી આપો.

- ગ્રિપ ઇન્વાઇટ લિંક પર ક્લિક કરીને કોઇ પણ ગ્રુપનું મેમ્બર બની શકશે. ધ્યાન રહે કે, કામ થઇ ગયા પછી ઇન્વાઇટ લિંકથી ગ્રુપ જૉઇન કરવાના ઑપ્શનને રિવોક કરી દો, જેનાથી લિંકનો કોઇ ખોટો ઉપયોગ ના કરી શકે કે કોઇ અજાણ્યા વ્યકિત ગ્રુપ સાથે ના જોડાઇ શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Group Chat Technology WhatsApp WhatsApp Feature tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ