બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Hot or lukewarm water should be consumed in winter season

હેલ્થ ટિપ્સ / કફ હોય કે પછી કબજિયાત, કોઈ દવા કે જડીબુટ્ટી નહીં, પાણીથી જ મળશે રાહત: શિયાળામાં હુંફાળું પાણી પીવાના ફાયદા

Pooja Khunti

Last Updated: 11:50 AM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drinking Hot water In Winter: શિયાળાની ઋતુમાં ગરમ અથવા હુંફાળા પાણીનું સેવન કરવું જોઈએ. આ સાથે ખોરાકમાં પણ પરિવર્તન કરવું જોઈએ.

  • શિયાળામાં કેટલું ગરમ પાણી પીવું જોઈએ
  • યોગ્ય તાપમાન તપાસ્યા પછી પાણી પીવું 
  • છાતીની અંદર કફ જામી જવો 

ડોક્ટર અને સ્વાસ્થ્ય નિષ્ણાંત પાસેથી ઘણી વાર સાંભળવા મળે છે કે ખાલી પેટ પાણી પીવું જોઈએ. જેનાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. હવે પ્રશ્ન એમ છે કે ખાલી પેટ ગરમ, હુંફાળું કે ઠંડુ આમ કયા પાણીનું સેવન કરવું જોઈએ? ઋતુ પ્રમાણે ખોરાકનું પરિવર્તન કરવામાં આવે છે. ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે ગરમ વસ્તુઓ ખાવામાં આવે છે. જ્યારે ઉનાળામાં ગરમીનાં કારણે ઠંડી વસ્તુનું સેવન કરવામાં આવે છે. 

શિયાળામાં કેટલું ગરમ પાણી પીવું જોઈએ 
ઘણા લોકો દરેક મોસમની અંદર ખાલી પેટ ગરમ અથવા હુંફાળું પાણી પીવે છે. શિયાળાની ઋતુમાં ગરમ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી શરીર ગરમ અને હાઇડ્રેટ રહે. શિયાળામાં ઠંડુ પાણી પીવાનાં કારણે પાચન શક્તિ પર ઘણી અસર પડે છે. જાણીશું કે શિયાળામાં કેટલું ગરમ પાણી પીવું જરૂરી છે. આ સાથે એ પણ જાણીશું કે તમારે કેટલું ગરમ પાણી પીવું જોઈએ. 

યોગ્ય તાપમાન તપાસ્યા પછી પાણી પીવું 
નિષ્ણાંતો મુજબ દરેક વ્યક્તિએ તેમના શરીરની ગરમી અનુશાર નવશેકું પાણી પીવું જોઈએ. કારણ કે જે રીતે વધુ ઠંડુ પાણી શરીર માટે નુકસાનકારક હોય શકે એ રીતે વધુ પડતું ગરમ પાણી પણ શરીર માટે નુકસાનકારક હોય થકે છે. શિયાળામાં નવશેકું પાણી પીવું જોઈએ. જેનું તાપમાન 60°F થી 100°F (16°C થી 38°C) અંદર હોવું જોઈએ. 

છાતીની અંદર કફ જામી જવો 
સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, જો તમને કફની સમસ્યા હોય તો તમારે એવું પાણી પીવું જોઈએ, જેના કારણે કફ સરળતાથી નીકળી શકે. ન તો વધુ ઠંડુ પાણી પીવું જોઈએ અને ન તો વધુ પડતું ગરમ પાણી પીવું જોઈએ. એક પરફેક્ટ તાપમાન પ્રમાણે ગરમ પાણી પીવું જોઈએ. હુંફાળું પાણી પીવાથી શરીરની ગંદકી બહાર નીકળે છે. 

ઠંડીમાં ગળા અને છાતીમાં બળતરા થાય 
ઠંડીમાં પિત્ત દોષ વધી જાય છે. જેના કારણે કબજિયાત, એસિડિટી, અપચ અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ થાય છે. તેના કારણે ત્વચા પર ખીલ થાય છે અને ઊંઘ ઓછી આવે છે. જો તમને આ બધી સમસ્યા હોય તો તમે ગરમ પાણીનું સેવન કરી શકો છો. તેનાથી તમને રાહત મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ