બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Home Ministry's big decision after Atiq-Ashraf massacre

BIG BREAKING / પત્રકારોની સુરક્ષા માટે હવે તૈયાર કરાશે SOP, અતીક-અશરફ હત્યાકાંડ બાદ ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય

Malay

Last Updated: 02:31 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Ahmad Murder: અતીક અને અશરફ પર ફાયરિંગ કરનારા ત્રણ આરોપીઓના જૂના ગુનાહિત ઈતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય શૂટર્સ અલગ-અલગ જિલ્લાના છે.

 

  • અતીક-અશરફ હત્યા બાદ મોટો નિર્ણય
  • MHA પત્રકારોની સુરક્ષા માટે SOP તૈયાર કરશે
  • ત્રણ યુવકો મીડિયાકર્મી બનીને ભીડમાં થયા હતા સામેલ 

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. પોલીસ કસ્ટડીની વચ્ચે માફિયા બ્રધર્સ પર હુમલો કરનાર ત્રણ યુવકો મીડિયાકર્મી બનીને ભીડમાં સામેલ થયા હતા. આવી સ્થિતિમાં હવે પત્રકારોની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય SOP તૈયાર કરશે. પત્રકારોને સુરક્ષા આપવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. 

પત્રકાર બનીને આવ્યા હતા હુમલાખોરો
સૂત્રોનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય (MHA) પત્રકારોની સુરક્ષા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવા જઈ રહ્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન પત્રકાર બનીને આવેલા ત્રણ લોકોએ બંને ભાઈઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જ્યારે પોલીસકર્મીઓ અતીક અને અશરફને અહીં મેડિકલ કોલેજમાં ટેસ્ટ માટે લઈ જઈ રહ્યા હતા.

પૂછપરછમાં શું બોલ્યા આરોપીઓ?
FIR મુજબ, આરોપીઓએ કહ્યું કે તેઓ અતીક-અશરફ ગેંગનો સફાયો કરવા માગતા હતા, જેથી રાજ્યમાં તેમનું નામ રહે. તે લોકો પોલીસની કોર્ડનનો અંદાજો લગાવી શક્યા ન હતા અને પોલીસની તેજ કાર્યવાહીમાં ઝડપાઈ ગયા હતા. તેઓ ઘણા દિવસોથી અતીક અને અશરફની હત્યા કરવાની પ્લાનિંગમાં હતા, પરંતુ તેમને યોગ્ય સમય કે તક મળી ન હતી.

પોલીસ તપાસમાં શું સામે આવ્યું? 
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, અતીક અને અશરફની હત્યા કરનાર લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે. જ્યારે ત્રીજો આરોપી સની કાસગંજ જિલ્લાનો છે. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ પોતપોતાનું સરનામું આપ્યું છે અને ત્યાર બાદ પોલીસ તેમના નિવેદનોની ખરાઈ કરી રહી છે. તપાસમાં એક વાત સ્પષ્ટ થઈ છે કે, ત્રણેય આરોપીઓ અતીક અને અશરફની હત્યા કરવાના ઈરાદે પ્રયાગરાજ આવ્યા હતા.

તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ
અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા બાદ ઉત્તર પ્રદેશ સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેમનું સંપૂર્ણ ધ્યાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવા પર છે. તેમણે ઉત્તર પ્રદેશના DGP સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને પ્રયાગરાજ જવાની સૂચના આપી છે અને દર 2 કલાકે અપડેટ આપવા જણાવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સસ્પેન્ડ 17 પોલીસકર્મીની અટકાયત
અતીક-અશરફની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી કલમ 144 લાગુ કરાઈ છે. સાથે જ પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. UPના તમામ પોલીસકર્મીની રજા રદ કરાઈ છે. સસ્પેન્ડ કરાયેલા 17 પોલીસકર્મીની અટકાયત કરવામાં આવી છે. આજે પાંચ ડોક્ટરોની પેનલ દ્વારા અતીક અને અશરફનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. બન્નેનું પોસ્ટમોર્ટમ વીડિયોગ્રાફી સાથે કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ બન્નેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. કસારી મસારી વિસ્તારના કબ્રસ્તાનમાં બન્નેના મૃતદેહને દફનાવવામાં આવશે.

દેવરિયા પોલીસ પણ એલર્ટ મોડ પર
પ્રયાગરાજમાં માફિયા બ્રધર્સ અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ દેવરિયા પોલીસ પણ એલર્ટ મોડ પર છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં પોલીસે એસપી અને સીઓના નેતૃત્વમાં ફ્લેગ માર્ચ કરી હતી. મોડી રાત સુધી તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજ્યભરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોલીસ સતર્ક છે. તમને જણાવી દઈએ કે માફિયા ડોન અતીક અહેમદ ઘણા મહિનાઓથી દેવરિયા જેલમાં બંધ હતો અને તેણે લખનઉના એક વેપારીનું અપહરણ કરીને આ જેલમાં તેની સાથે મારપીટ કરી હતી. આ ઘટના બાદ તેને અમદાવાદની સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અતીક અહેમદ અને અશરફની હત્યાના કેસમાં સ્પેશિયલ ડીજી આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ