બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / Politics / Home Minister Harsh Sanghvi visits Pakistani refugees Gandhinagar CAA

ખુશી / નાગરિકતાનો રસ્તો ખુલતાં ગુજરાતના શરણાર્થીઓમાં ખુશીનો માહોલ, માન્યો PMનો આભાર

Ajit Jadeja

Last Updated: 03:13 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન છોડી ત્રણ પેઢીથી ગુજરાતમાં રહેતા શરણાર્થીઓએ સીએએ લાગુ કરાતા કેન્દ્ર સરકારનો આભાર માન્યો, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી

Gandhinagar News: કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવવા માગતા શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે.ત્યારે સરકારના નિર્ણયને લઇને ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે શરણાર્થીઓએ બેઠક યોજી સરકારનો આભાર માન્યો હતો. તેમજ પાકિસ્તાનમાં તેમની સાથે કરાયેલા ખરાબ વર્તનની વ્યથા ઠાલવી હતી. ભારતમાં તેઓ ખુશ છે અને ઝડપથી તેમને નાગરિકતા મળી રહે તેની ખુશી જોવા મળી હતી.

શરણાર્થીઓને મળશે ભારતની નાગરિકતા

CAA અંતર્ગત દેશના તમામ શરણાર્થીઓને ભારતના નાગરિકો જેટલા સમાન અધિકારો અપાયા છે. પાકિસ્તાનમાંથી છેલ્લા અનેક દાયકાઓ દરમિયાન  ભારત આવી ગયેલા શરણાર્થીઓને ભારતના નાગરિક તરીકેના તમામ હક્ક મળશે. સરકારના નિર્ણયની દાયકાઓથી રાહ જોઇ રહેલા શરણાર્થીઓએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. મહત્વનું છેકે ત્રણ-ત્રણ પેઢીથી જમીન, સ્વાસ્થ્ય અને રોજગારના હક્કથી વંચિત એવા શરણાર્થીઓને CAA અંતર્ગત નાગરિક તરીકે તમામ હક્કો આપવામાં આવશે. રાજ્ય સરકારે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને અનેક સ્થળો પર વસાહતો ફાળવી હતી. જો કે તેમને નોકરી, રહેઠાણ, જમીન અને રોજગારને લઇને દેશમાં ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. જો કે હવે નાગરિકતા મળ્યા બાદ તમામ શરણાર્થીઓ દેશમાં ગમે ત્યાં રહેવા, રોજગાર ધંધા ખોલવા અને જમીન ખરીદવાના હકદાર બનશે.

 

પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે ખરાબ વર્તન કરાય છે

પાકિસ્તાનને છોડીને શરણલેવા ગુજરાતમાં આવેલા પરિવારો આજે ગાંધીનગર પહોચ્યા હતા જેઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમણે પાકિસ્તાનમાં તેમની સાથે કરાતુ ગેરવર્તણુક અંગે વ્યથા પણ ઠાલવી હતી. અને કહ્યુ હતુ કે પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. તેમના માટે CAA અંતર્ગત ભારતની નાગરિકતાનો રસ્તો ખુલતાં શરણાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગૃહમંત્રીની હાજરીમાં પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા હિંદુઓએ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો CAA કાયદો લાગૂ કરવા માટે આભાર માન્યો હતો. 

વધુ વાંચોઃ આવી ગયા ફળોના રાજા, ગોંડલમાં માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો 10 કિલોના બોકસનો કેટલો ભાવ

શરણાર્થીઓને થશે મોટો ફાયદો

CAAનો લાભ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતિઓને મળવાનો છે. ગુજરાતમાં પણ દાયકાઓથી આ દેશના શરણાર્થીઓ વસવાટ કરે છે. અમદાવાદ, રાજકોટ, મોરબી, મહેસાણામાં રહેતા શરણાર્થીઓ વર્ષોથી સરકાર પાસે નાગરિકતા માગી રહયા હતા. હવે કાયદો લાગુ થતા તેમને નાગરિકતા મળવાનો માર્ગ મોકળો થયો છે. આ કાયદા અન્વયે 31-12-2014 પહેલા ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે. સહજતાથી નાગરિકતા મળે તે માટે કેન્દ્રો શરૂ કરી રહ્યા છે. ટૂંકા સમયમાં ગુજરાતમાં શરણ લઇ રહેતા પરિવારોને નાગરિકતા મળશે. ઉપરાંત 2015 થી આવેલા પરિવારોને નાગરિકતા મળે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. પાકિસ્તાનથી ભાગીને આવેલા અનેક હિંદુ શરણાર્થીઓને ગુજરાતમાં આશ્રય અપાયો છે તેઓ ત્રણ પેઢીથી અહી રહે છે પરંતુ તેમના માટે કોઇ ચોક્કસ કાયો ન હતો. તેમને ભારતના નાગરિક સમકક્ષ અધિકારો મળતા ન હતા. CAA બાદ શરણાર્થીઓને જમીન ખરીદવાનો અધિકાર મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ