બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / Gondal Marketyard kesar keri mango price first day
Last Updated: 02:08 PM, 14 March 2024
Kesar Mango : ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું ગોંડલ માર્કેટયાર્ડમાં આગમન થયું છે. હરાજીમાં 10 કિલો કેરીના ભાવ 1900થી 3 હજાર બોલાયા છે. સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા. જો કે આ વખતે કેસર કેરીની સિઝનનો ગોંડલમાં એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે. કેસર કેરીમાં પ્રખ્યાત ગણાતી તાલાલા ગીરની કેસર કેરીનું આગમન થયું છે.
ADVERTISEMENT
ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ઉના પંથકથી પ્રથમ વખત કેસર કેરી માર્કેટયાર્ડમાં પહોચી છે. સિઝનની પ્રથમ કેસર કેરીના 200 બોક્સ યાર્ડમાં આવતા હરાજી કરવામાં આવી હતી. જેમાં કેરીનો 1900થી 3 હજાર ભાવ બોલાયા છે. ગત વર્ષ કરતા ખેડૂતોને કેરીના સારા ભાવ મળ્યા છે. ગત વર્ષની વાત કરીએ તો 10 કિલો કેરીના બોક્ષનો ખેડૂતોને 1800થી 2100 રૂપિયા ભાવ મળ્યો હતો. તેની સરખામણીએ આ વર્ષે સારા ભાવ મળ્યા છે. જેનાથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગોંડલ માર્કેટ યાર્ડમાં સીજનના પ્રારંભે તાલાલા ગીરની પ્રખ્યાત ગણાતી કેસર કેરી આવી પહોચી છે. આ કેરીના આગમનની સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે કેસર કેરીના 200 બોક્સની આવક થઈ છે. હરાજીમાં કેસર કેરીના 10 કિલોના બોકસના ભાવ રૂપિયા 1900 થી લઈને 3 હજાર સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટયાર્ડમાં દર વર્ષની કેસર કેરીની સિઝનના પ્રારંભના સમય કરતા આ વર્ષે કેરીનું આગમન એક સપ્તાહ મોડુ થવા પામ્યું છે. નોધનીય છે કે ગોડલ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટુ યાર્ડ છે. અહી કેરીની આવક થઇ છે હવે સમગ્ર રાજ્યમાં આ કેરી પહોચશે. રોજે રોજ કેરીની આવકમાં વધારો થશે. જેમ જેમ આવક થશે તેમ આગળ નિકાસ કરવામાં આવશે. જેથી કેરી લોકોના ઘર સુધી પહોચશે.
ADVERTISEMENT
નોધનીય છે કે, કેરીનો સ્વાદ આ વખતે મોઘો પડી શકે છે. તાજેતરમાં મહારાષ્ટ્રના રત્નાગીરીની જાણીતી હાફૂસ કેરી સુરત પહોચી હતી. જેનો ભાવ 120થી 150 રૂપિયા બોલાયો હતો. બજારની વાત કરીએ તો માર્કેટયાર્ડમાં જેટલી આવક થાય છે તેનાથી ત્રણ ગણી કેરી શહેરના વિવિધ બજારોમાં વેચાતી હોય છે. મોટાભાગે વલસાડી હાફુસ, કેસર અને રાજાપુરી સહિત દક્ષિણ ગુજરાતની સ્થાનિક કેરીઓ વેચાય છે. ઉનાળાની શરૂઆત પહેલા જ બહારના રાજ્યોમાંથી કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. રત્નાગીરી દરિયાકાંઠાનો અને પહાડી વિસ્તાર છે. કેરીની સિઝન અહીં વહેલી શરૂ થાય છે. શરૂઆતમાં ભાવ ખૂબ ઊંચા હોય છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.