બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Home Minister Amit Shah will celebrate Janmashtami in Ahmedabad, will have darshan at Kalyanpushti Haveli

ગુજરાત પ્રવાસ / ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉજવશે જન્માષ્ટમી, કલ્યાણપુષ્ટિ હવેલીમાં કરશે દર્શન

Vishnu

Last Updated: 11:07 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી અમિત શાહ જન્માષ્ટમીની અમદાવાદમાં ઉજવણી કરશે, વસ્ત્રાપુરમાં કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે પરિવાર સાથે દર્શનનો લાભ લેશે

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ
  • જન્માષ્ટમીના પર્વે અમિત શાહ અમદાવાદ આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રિય નેતાના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર અમદાવાદના પ્રવાસે છે. જન્માષ્ટમીનું પર્વે અમિત શાહ ગુજરાતમાં ઉજવશે. વસ્ત્રાપુરમાં કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે પરિવાર સાથે દર્શન કરશે. મહત્વનું છે કે કોઈ પણ મોટા તહેવારમાં અમિત શાહ પરિવાર સાથે ગુજરાત આવી ઉજવણી કરતાં હોય છે.

અમિત શાહનો ગુજરાત પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો 
કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમનો આ પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કેમ કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈ પણ આ પ્રવાસમાં રાજકિય સોગઠાં ગોઠવાઈ શકે છે. 

ફાઈલ ફોટો

અમિત શાહ આ અગાઉ 2 દિવસ આવ્યા હતા ગુજરાત પ્રવાસ પર 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગત 23 અને 24 જુલાઇના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા. જેમાં ગાંધીનગર ખાતે તેમણે ગુજરાતમાં E-FIR સેવા અને વિશ્વાસ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી.સાથે જ 10 હજાર બોડી વાર્ન કેમેરા, અન્ય ટેકનિકલ સાધનો અને એન્ટી હ્યુમન ટ્રાફિંકીંગ યુનિટના 80 વાહનો ગુજરાત પોલીસને અર્પણ કર્યા હતા..માણસા ખાતે સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન અને મહાત્મા ગાંધી પુસ્તકાલયનું નવનિર્મિત ભવન જનતાને અર્પણ કર્યુ હતું. આ ઉપરાંત PM પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત 64માં કેન્દ્રિયકૃત મધ્યાહન ભોજન રસોઈઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. તો ગાંધીનગરમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ રાજ્ય સ્તરીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'ત્રિનેત્ર'નું ઉદ્ઘાટન કર્યુ હતું. 

અમદાવાદને રૂ. 210 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી
ગત 24 જુલાઇના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને રૂ. 210 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. નગરની કળશની સ્થાપના વિધિ પ્રસંગ, બોપલમાં ઔડા દ્વારા અફોર્ડેબલ હાઉસનું લોકાર્પણ, પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ ઓગણજ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત AUDA દ્વારા બોપલમાં તૈયાર કરાયેલ પાણી પુરવઠા યોજનાનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ પણ કર્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત AUDA દ્વારા મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવીનું ઉદ્ઘાટન કરીને વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું પણ અમિત શાહના હસ્તે શિલાન્યાસ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ