બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ધૂળેટીના દિવસે શેરબજાર ખુલશે? ટ્રેડિંગ પહેલા જુઓ SEBIનું હોલિડે લિસ્ટ

તમારા કામનું / ધૂળેટીના દિવસે શેરબજાર ખુલશે? ટ્રેડિંગ પહેલા જુઓ SEBIનું હોલિડે લિસ્ટ

Last Updated: 08:52 AM, 13 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળી એ ભારતના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે ઘણા રાજ્યોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે શેરબજારમાં શેરની ખરીદી અને વેચાણ થશે કે નહીં?

આવતીકાલે એટલે કે 14 માર્ચે ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે લોકોએ તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જેમ કે રંગો લેવા અને કપડાની ખરીદી કરવી. હવે જો હોળીના તહેવારમાં શેરબજારની વાત કરીએ તો એક પ્રશ્ન થાય છે કે , હોળી પર શેરબજાર ચાલશે કે નહીં? જો કે તમને જણાવી દઈએ કે શેરબજાર સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું રહે છે અને આ વખતે ધૂળેટી શુક્રવારે છે.

rajasthani-holi

માર્ચ અને એપ્રિલમાં શેરબજારની રજા

હોળી સિવાય, માર્ચ મહિનામાં શેરબજાર વધુ એક દિવસ બંધ રહેશે. કારણ કે ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) સોમવાર, 31 માર્ચ, 2025 ના રોજ શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આગામી એપ્રિલ મહિનામાં શ્રી મહાવીર જયંતિ હોવાથી ગુરુવાર, ૧૦ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ બજાર બંધ રહેશે. રોકાણકારો અને વેપારીઓએ એ નોંધવું મહત્વપૂર્ણ છે કે હોળીના દિવસે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર શેરનું કોઈ ટ્રેડિંગ થશે નહીં. એટલે કે શેરબજાર બંધ રહેશે.

share-market-astro1

આ સમયગાળા દરમિયાન, ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઇંગ (SLB) સેગમેન્ટ્સ સહિતની તમામ ટ્રેડિંગ પ્રવૃત્તિઓ બંધ રહેશે. આ પછી શેરબજાર સોમવાર, 17 માર્ચ, 2025 ના રોજ ફરી ખુલશે. ત્યારબાદ, સોમવાર, ૧૪ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ અને શુક્રવાર, ૧૮ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ગુડ ફ્રાઈડે પર રજા રહેશે. જોકે, કોમોડિટીઝ અને કરન્સી ટ્રેડિંગમાં રોકાણકારોએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX) ના રજાઓ તપાસવી જોઈએ કારણ કે તેમના માટે ટ્રેડિંગના કલાકો અલગ અલગ હોઈ શકે છે.

હોળી પર આટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે

તમને જણાવી દઈએ કે, હોળીના દિવસે ઘણા રાજ્યોમાં બેંકો પણ બંધ રહેશે . આ ઉપરાંત, બીજા શનિવાર (૧૫ માર્ચ) અને રવિવાર (૧૬ માર્ચ) ના રોજ પણ રજા રહેશે. કેટલાક રાજ્યોમાં ૧૩ માર્ચે હોલિકા દહન પર રજા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ૧૩ થી ૧૬ માર્ચ સુધી સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે.

આ પણ વાંચો : પેમેન્ટ કરવું મોંઘુ પડશે! જાણો હવે કેટલો એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે

દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા કેટલાક મોટા શહેરોમાં ૧૫ અને ૧૬ માર્ચ (શનિવાર અને રવિવાર) ના રોજ બેંકો બંધ રહેશે. જ્યારે કોલકાતા, અમદાવાદ, લખનૌ અને જયપુર જેવા શહેરોમાં બેંકો ૧૪ થી ૧૬ માર્ચ (શુક્રવારથી રવિવાર) સુધી બંધ રહેશે. જોકે, આ સમયગાળા દરમિયાન ગ્રાહકો ઓનલાઈન બેંકિંગ, એટીએમ અને મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરી શકશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock market holidays Holi 2025 market closure
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ