બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Historical Big deal between India and Singapore for digital payments UPI payments

તમારા કામનું / ઐતિહાસિક: ભારત અને સિંગાપુર વચ્ચે ડિજિટલ પેમેન્ટ માટે થઈ મોટી ડીલ, PM મોદી પણ દેખાયા ખુશ

Arohi

Last Updated: 03:12 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને સિંગાપુરની વચ્ચે ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં ઐતિહાસિક ડિલ થઈ છે ભારતના યુપીઆઈ અને સિંગાપુરના પેનાઉની વચ્ચે ડિજિટલ પેમેન્ટ ડિલ થવાથી બંન્ને દેશોના નાગરિકોને ખૂબ જ સરળતા રહેશે.

  • ભારત અને સિંગાપુર વચ્ચે થઈ આ ડિલ 
  • ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં ઐતિહાસિક ડિલ 
  • ડિલથી બંન્ને દેશોને થશે ફાયદો 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપુરના પ્રધાનમંત્રી લી સીન લૂંગે આજે ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં ખૂબ જ મોટી ડિલ કરી છે. ભારતે યુપીઆઈ એટલે કે યુનિફાઈ પેમેન્ટ ઈન્ટરફેસ અને સિંગાપુરના પેનાઉને જોડીને બન્ને દેશોની વચ્ચે ક્રોસ-બોર્ડર પેમેન્ટ કનેક્ટિવિટીની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે સવારે બંન્ને દેશોના પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરસિંગ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપીને તેની શરૂઆત કરી દીધી છે. 

બંન્ને દેશોના આ અધિકારીઓએ કરી ડિજિટસ પેમેન્ટના કરારની શરૂઆત 
ભારતની તરફથી RBI ગવર્નર શક્તિકાંત દાસ અને સિંગાપુરની તરફથી મોનિટરી ઓથોરિટી ઓફ સિંગાપુરના મેનેજિંગ ડાયરેક્ટર રવિ મેનની આ સુવિધાને લોન્ચ કરવામાં આવી છે.

ભારત અને સિંગાપુરની વચ્ચે રિયલ-ટાઈમ પેમેન્ટ સિસ્ટમ લિકેજને લોન્ચ કરવામાં આવી ચુકી છે. તેના દ્વારા ભારત અને સિંગાપુરની વચ્ચે ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી હેઠળ ખૂબ જ સરળતાની સાથે પૈસા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. 

PM મોદીએ શું કહ્યું? 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ લોન્ચના અવરસ પર કહ્યું કે અવસર બન્ને દેશો માટે ખૂબ જ સારો અવસર છે. હું ભારત અને સિંગાપુરના લોકોને શુભકામનાઓ પાઠવું છે કે આ કરારથી બંન્ને દેશોની વચ્ચે સંબંધ વધારે સારા બને. 

તેમણે કહ્યું કે સિંગાપુરમાં રહેતા ભારતીય યુપીઆઈ દ્વારા ભારતમાં જે સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકશે તે ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. બંન્ને દેશોના નાગરિક પોત પોતાના મોબાઈલ પર એક બીજા દેશના લોકોને પૈસા મોકલી અને લઈ શકશે. તેનો ફાયદો ખાસ રીતે સ્ટૂડન્ટ્સ, પ્રોફેશનલ્સ અને સામાન્ય નાગરિકોને મળશે. 

PM મોદીએ કહ્યું કે UPI-Pay Now Linkનું લોન્ચ, આજે બંન્ને દેશોના નાગરિકો માટે એક એવી ભેટ છે જેની તે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. ભારત અને સિંગાપુરની મિત્રતા ખૂબ જ જુની છે અને સમયની કસોટી પર હંમેશા ખરી ઉતરી છે. આપણા people-to-people સંબંધો તેના મુખ્ય આધાર પર છે. આજના લોન્ચે cross-border FinTech connectivityના એક નવા અધ્યાયનો શુભારંભ કર્યો છે. 

આજ બાદ સિંગાપુર અને ભારતના લોકો પોતાના મોબાઈલ ફોનથી એજ રીતે પૈસા ટ્રાન્સરફર કરી શકશે જેવી રીતે પોત પોતના દેશની અંદર કરે છે. ડિજિટલ ઈન્ડિયા અભિયાને Governance અને public service deliveryમાં અભૂતપૂર્વ Reformsને પણ સંભવ બનાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ