બ્રેકિંગ ન્યુઝ
બાંગ્લાદેશમાં હિંદુઓને લઈને તણાવ વધી રહ્યો છે. ત્યારે શનિવાર એટલે કે 27 ડિસેમ્બરના દિવસે પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં હિંદુઓના 5 ઘરોના દરવાજા બહારથી બંધ કરીને આગ લગાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
આગ લાગી ત્યારે પરિવના સભ્યો અંદર ફસાયેલા હતા, કારણ કે ઘરોના દરવાજા બહારથી બંધ કરી દેવામાં આવ્યા હતા. આઠ જેટલા લોકો ઘરની વાડ કાપીને બહાર નીકળ્યા હતા આવુ પરિવારના સભ્યોનો કહેવું છે. ઘરની અંદર રહેલો તમામ સામાન સહિત પ્રાણીઓ પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા હતા.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આગ ક્યાં કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. જો કે આ ઘટના બનતા સ્થાનિક પોલીસે 5 જેટલા શકમંદોની ધરપકડ પણ કરી છે. જો કે મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો એક વ્યક્તિ દ્વારા એક રૂમમમાં કપડા ભરીને આગ લગાડવામાં આવી હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
આ ઘટના બનતાની સાથે જ આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તેને કાબુમાં લાંબો સમય સુધી લઈ શકાઈ નહીં અને ઘરની અંદર રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. આ ઘટનાના વીડિયો જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા.
🚨 Bangladesh
— World News (@World_Breaking_) December 29, 2025
An attack on Hindu minorities continues to raise serious concern. In Dumritola village of Pirojpur district, a house belonging to a Hindu family was reportedly set ablaze by an extremist Islamist mob.
Authorities have launched an investigation as calls grow louder… pic.twitter.com/Yul4dTf5q5
ADVERTISEMENT
બાંગ્લાદેશમાં 30થી વધુ જિલ્લાઓમાં આવી ઘટના બની
રંગપુર, ચાંદપુર, ચટગાંવ, દિનાજપુર, ખુલના, કુમિલ્લા, ગાઝીપુર, ટાંગાઈલ અને સિલહટ જેવા અનેક વિસ્તારોમાં આવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ HRCBMનું કહેવું છે
ADVERTISEMENT
વધુ વાંચો: સોનામાં વિસ્ફોટક વધારો, 1 તોલાનો ભાવ 1 લાખ 41 હજારને પાર, દોઢ લાખ નજીકમાં
પહેલા પણ હિન્દુ યુવકની હત્યા કરાઈ હતી
ADVERTISEMENT
18 ડિસેમ્બરે બાંગ્લાદેશના મયમન સિંહ જિલ્લામાં બાલુકા વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને છે. જ્યાં 25 વર્ષીય કપડા બનાવતી ફેક્ટ્રી શ્રમિક દીપુ ચંદ્ર દાસને કથિત રૂપથી ઈર્શા અને નિંદાના આરોપથી ભીડે માર માર્યો અને પછી ઝાડ સાથે બાંધવામાં આવ્યો હતો. અને પછી તેને બાળવામાં આવ્યો હતો. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારતમાં ભારે આક્રોશ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.