ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોનામાં વિસ્ફોટક વધારો, 1 તોલાનો ભાવ 1 લાખ 41 હજારને પાર, દોઢ લાખ નજીકમાં

તેજી / સોનામાં વિસ્ફોટક વધારો, 1 તોલાનો ભાવ 1 લાખ 41 હજારને પાર, દોઢ લાખ નજીકમાં

Published By: Mit Soni

Last Updated: 04:57 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસેને દિવસે સોના ચાંદીના ભાવો આસમાને જઈ રહ્યા છે,ત્યારે આવનારી લગ્ન સીઝનને લઈને લોકો ચિંતામાં મુકાયા છે. આજે સોનામાં 30 દિવસમાં તોલાએ 10 હજારનો વધારો આવ્યો હતો. તો ચાંદીમાં 30 દિવસમાં કિલોએ 50 હજારનો વધારો જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

દિવસેને દિવસે સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે ત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 41 હજારને પાર પહોંચી ગયો છે. સોનાનો ભાવ હજુ પણ વધે તેવી નિષ્ણાંતો દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, સોનામાં 30 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 10 હજારનો વધારો થયો છે. આવનારી લગ્ન સીઝનને લઈને પણ લોકો ચિંતામાં છે કેમ કે સોના અને ચાંદીના ભાવો આસમાને જઈ રહ્યા છે. ચાંદીની વાત કરવામાં આવે તો આવનારા સમયમાં ચાંદીની કિંમત 3 લાખને પાર જવાની સંભાવનાઓ સેવાઈ રહીં છે. સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત્ રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો આવોને આવો ભાવ રહ્યો તો આવનારા સમયમાં સામાન્ય માણસ માટે સોનું- ચાંદી ખરીદવું પડકાર રૂપ સાબિત થશે. સામાન્ય પરિવારોમાં લગ્ન સમયે સોનાની ખરીદી કરવામાં આવતી હોય છે. અત્યારે હાલ આપડે સોની બજારોની વાત કરીએ તો સોની બજારોમાં પહેલા કરતા ભીડ ઓછી જોવા મળી રહી છે.

વધુ વાંચો: ભાજપની જેમ કોંગ્રેસે પણ અમને દગો કર્યો, ઉદ્ધવ સેના આકરા પાણીએ, કર્યું મોટું એલાન

સોનું અને ચાંદી એટલા મોંઘા કેમ થઈ રહ્યા છે?

  • આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી : વિશ્વભરમાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે છે. તેની સીધી અસર ભારતીય બજાર પર પણ પડી રહી છે.
  • ETFમાં વધતું રોકાણ : શેર બજારમાં અસ્થિરતા હોવાથી રોકાણકારો હવે સલામત વિકલ્પ તરીકે સોના અને ચાંદીના ETF તરફ વળી રહ્યા છે. આ કારણે તેમની માંગ સતત વધી રહી છે.
  • ડોલરની નબળાઈ અને વ્યાજ દરની અપેક્ષા : ડોલર નબળો થતો જાય છે અને અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શક્યતા છે. આવા માહોલમાં સોનું અને ચાંદી વધુ આકર્ષક બન્યા છે.
vtv app promotion
  • ચાંદીની ઔદ્યોગિક માંગ : ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ અને ગ્રીન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. આથી ચાંદીની ઔદ્યોગિક માંગમાં મોટો વધારો થયો છે.
  • રાજકીય અશાંતિ અને વૈશ્વિક તણાવ : વિશ્વના વિવિધ દેશોમાં ચાલી રહેલા સંઘર્ષ, તેલના ભાવ અને રાજકીય અનિશ્ચિતતાને કારણે રોકાણકારો જોખમ ટાળવા સોનું–ચાંદી ખરીદી રહ્યા છે.
  • કેન્દ્રિય બેંકોની ખરીદી : ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહી છે, જેના કારણે ભાવને સતત ટેકો મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Hike Silver Price Today Gold Price Today

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ