બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:14 PM, 29 December 2025
મુંબઈ મહાનગર પાલિકા સહિત મહારાષ્ટ્રની 29 નગર પાલિકાઓની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં વિપક્ષી એકતામાં તિરાડ પડી છે. કોંગ્રેસે વંચિત બહુજન અઘાડી(VBA) સાથે ગઠબંધન કરતા શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષ ભડક્યો છે. તેને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
ADVERTISEMENT
શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાર્ટીએ મુંબઈમાં 'કોંગ્રેસ મુક્ત મુંબઈ'નો નારો બુલંદ કર્યો છે. જેમાં તેમના પાર્ટીના પ્રવક્તા આનંદ દુબેએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 'કોંગ્રેસે અમારી પીઠમાં છરો ભોંક્યો છે. પહેલા ભાજપે આ કામ કર્યું હતું અને હવે કોંગ્રેસ પણ એ જ કરી રહી છે. મુંબઈની જનતા આ બધું જોઈ રહી છે.'
Mumbai, Maharashtra: Shiv Sena (UBT) spokesperson Anand Dubey says, "Congress is working as the B-team of the Bharatiya Janata Party in Mumbai..." pic.twitter.com/deiR0kScJ2
— IANS (@ians_india) December 29, 2025
ADVERTISEMENT
તેમને કોંગ્રેસ પણ તુષ્ટિકરણની રાજનીતિનો પણ આરોપ મુક્યો છે. તેમને કહ્યું કે, જે કોંગ્રેસ પ્રકાશ આંબેડકરની VBA પાર્ટી સામે આખી જિંદગી લડી આજે તેની સાથે ગઠબંધન કરીને તેને 60થી વધુ બેઠકો આપી દીધી છે. તેમને એવું પણ કહ્યું હતું કે, VBAનો મુંબઈમાં કોઈ ઈતિહાસ નથી તેની સાથે કોંગ્રેસે ગઠબંધન કેમ કર્યું તે સમજણની બહાર છે.
Mumbai, Maharashtra: On Congress leader Digvijaya Singh praising an RSS photo, Shiv Sena (UBT) spokesperson Anand Dubey says, "The RSS serves the nation across the country through more than 60–70 lakh volunteers. Although it is not actively involved in politics, it does support… pic.twitter.com/lYCrOlzFFi
— IANS (@ians_india) December 29, 2025
ADVERTISEMENT
UBT Sena ના આનંદ દુબેએ કહ્યું હતું કે, "આ બધું મુંબઈના હિત વિરુદ્ધ રચાયેલું એક મોટું ષડયંત્ર છે, જેમાં VBA અને કોંગ્રેસ બંને ભાજપની 'B ટીમ' તરીકે કામ કરી રહ્યા હોય તેવું લાગે છે. સાથે તેમને પોતાની પાર્ટીની જીતનો દાવો કર્યો હતો. સાથે તેમને RSS પાસે કોંગ્રેસે શીખવું જોઈએ તેવું પણ કહ્યું હતું.

ADVERTISEMENT
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં આ ગઠબંધન ભાજપને રોકવા માટે કરાયું છે તો UBT Senaનું કહેવું છે કે, અમારું મહાવિકાસ અઘાડી ગઠબંધન રાજ્ય અને કેન્દ્ર સરકાર માટે હતું પરંતુ આ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી છે. તેમને એવું પણ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં જે અમારી સામે લડશે તેને મહાભારતના યુદ્ધની જેમ બાણોથી વીંધી નાખવામાં આવશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, UBT Sena અને કોંગ્રેસ વચ્ચે વિખવાદ બિહાર ચૂંટણી વખતે જ સામે આવી ગયો હતો. જેમાં આનંદ દુબેએ એક ચેનલ પર કોંગ્રેસને ખરીખોટી સંભળાવી હતી. એવું કહેવાય છે કે, મહારાષ્ટ્ર UBT Sena તરફથી ઉદ્ધવ ઠાકરેને CM ફેસ તરીકે આગળ કરવા કોંગ્રેસ તૈયાર નથી જેથી UBT Sena મોઢું ફુલાવીને બેઠી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.