બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / himachal Pradesh mandi Mahadev Panchvaktra temple Video went viral

OMG / હર હર મહાદેવ...: ગાડીઓ-ટ્રક-પૂલ બધુ જ પાણીમાં વહી ગયું, પણ મહાદેવના મંદિરને કશું ન થયું, જાણો હિમાચલના કેદારનાથની કહાની

Vaidehi

Last Updated: 06:46 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલમાં વરસાદે ભારે તબાહી મચાવી પરંતુ ભોળાનાથનું આ મંદિર અડીખમ ઊભું રહ્યું. ભક્તો કહે છે 'મહાદેવે હિમાચલની રક્ષા કરી.' જુઓ વીડિયો.

  • હિમાચલ પ્રદેશમાં વરસાદને લીધે સર્જાઈ તારાજી
  • પરંતુ મંડીમાં 500 વર્ષ જૂનું મહાદેવ મંદિર અડીખમ
  • ભક્તો કહે છે કે 'મહાદેવે હિમાચલની રક્ષા કરી'

હિમાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિએ તબાહી મચાવી છે. જાનમાલનું મોટું નુકસાન નોંધાયું છે. કુલ્લૂ, મનાલી, મંડી જેવા વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયાં છે.  કુદરતનાં આ ભયાવહ કહેરની વચ્ચે ભગવાન ભોલેનાથનું મંદિર પોતાના સ્થાન પર અડીખમ ઊભું જોવા મળ્યું છે. મંડીનું આ ઐતિહાસિક પંચવક્ત્ર મંદિર કલાકો સુધી આક્રમક વ્યાસ નદીનાં ભયંકર વહેણનો સામનો કરતું રહ્યું. સ્થાનીકો માને છે કે પાંચ સદીથી પણ વધારે જૂનાં આ શિવ મંદિરે હિમાચલ પ્રદેશની રક્ષા કરે છે.

500 વર્ષથી પણ જૂનું છે આ મંદિર
500 વર્ષોથી પણ જૂનું આ મંદિર કેદારનાથ મંદિર જેવું જ દેખાય છે. તેથી તેને હિમાચલનું કેદારનાથ મંદિર પણ કહેવામાં આવે છે. વર્ષ 2013ની આવી જ તબાહી દરમિયાન અનેક લોકો મૃત્યુ પામ્યાં હતાં પરંતુ તે સમયે પણ લાખો ટન ભારે મલબાને બાબા કેદારે પોતાના મંદિરનાં પ્રાંગણમાં રોકી રાખ્યું હતું.

લોખંડથી બનેલો પુલ તૂટ્યો પણ મંદિર નહીં
2023માં હિમાચલમાં આવેલી આ તબાહીએ મંડીમાં આવેલા આ મંદિરની આસપાસ જે પ્રકારની તરાજી સર્જી તે જોઈને વિશ્વાસ ન આવે કે બાબા કેદારનું આ મંદિર કઈ રીતે અડગ ઊભું રહ્યું હશે. પંચવક્ત્ર મંદિર એટલે કે મહાદેવની એ મૂર્ત કે જેમાં 5 મુખ હોય છે. પંચમુખી મહાદેવનાં આ મંદિર અને મંડી શહેરને જોડતો વર્ષો જૂનો લોખંડનો પુલ પણ તૂટી પડ્યો પરંતુ આ મંદિર પોતાના સ્થાનથી હટ્યું પણ નહીં.

'પાંડવોએ કરી છે પૂજા-અર્ચના'
મંદિરનાં પુજારી નવીન કૌશિકે જણાવ્યું કે આ મંદિર 16મી સદીમાં રાજાએ બનાવડાવ્યું હતું પરંતુ માન્યતા છે કે આ મંદિર પોતે પાંડવોએ બનાવડાવ્યું હતું જ્યાં પાંડવોએ બાબાની ખુદ પૂજા-અર્ચના કરી હતી.  હાલમાં મંદિરનાં પ્રાંગણમાં વ્યાસ નદી દ્વારા વહી આવેલ રેતી અને મલબો ભરેલો પડ્યો છે. જેના લીધે શિવલિંગ દ્રશ્યમાન નથી પરંતુ પૂરને લીધે બાબા કેદારનાં મંદિરને કોઈ જ મોટું નુક્સાન નથી પહોંચ્યું.

મંદિરનાં અન્ય ભાગોમાં થયું છે નુક્સાન
જો કે મહાદેવનાં આ મંદિરનો મુખ્યદ્વાર ક્ષતિગ્રસ્ત થયો છે. હિમાલયથી નિકળતી વ્યાસ નદીની ધારાઓએ દરવાજાને પણ નુક્સાન પહોંચાડ્યું છે.  મલબો ભલે મંદિરમાં આવ્યો પરંતુ તેના લીધે મંદિરની દિવ્યતા અને ભવ્યતાને કોઈ અસર થઈ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ