બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / hero hf 100 cheapest bike in india gives best mileage of 70kmpl

તમારા કામનું / 70 Kmplની ધાંસૂ માઈલેજ આપે છે દેશની સૌથી સસ્તી બાઈક, કિંમત પણ બજેટમાં, જાણો ફિચર્સ

Arohi

Last Updated: 04:44 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hero HF 100 ભારતમાં સૌથી સસ્તી બાઈક છે. જેની કિંમત 55,450 રૂપિયા છે. જણાવી દઈએ કે હાલમાં જ કંપનીએ પોતાના ગ્રાહકોને ઝટકો આપતા તેની કિંમતમાં 4000 રૂપિયાનો વધારો કર્યો હતો.

  • Hero HF 100 ભારતની સૌથી સસ્તી બાઇક
  • કંપનીએ હમણાં જ કર્યો હતો 4 હજારનો વધારો 
  • જાણો આ બજેટ ફીટ બાઈક વિશે બધુ જ 

Hero HF 100 એ ભારતની સૌથી સસ્તી બાઇક છે. જેની કિંમત 55,450 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ તેના ગ્રાહકોને ઝાટકો આપતા તેની કિંમતમાં 4000 રૂપિયાનો વધારો કર્યો હતો. જો કે આ વધારા છતાં તે સૌથી સસ્તી બાઇક છે. આજે અમે તમને તેની તમામ ખાસિયતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેથી તમે જાતે જ નક્કી કરી શકો છો કે આ બાઇક તમારા બજેટમાં ફિટ બેસે છે કે નહીં. તો ચાલો એક નજર કરીએ.

કેટલી છે બાઈકની માઈલેજ? 
આ બાઇકમાં તમને પેટન્ટેડ i3s અથવા આદર્શ-સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ મળે છે. જે ઓછું પેટ્રોલ વાપરે છે. આ જ કારણ છે કે આ બાઇકમાં તમને 70 kmplની શાનદાર માઇલેજ મળશે.

કેવું છે એન્જિન અને પરફોર્મન્સ? 
Hero HF 100માં પાવર માટે 97.2 ccનું 4-સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, ફ્યુઅલ ઇન્જેક્ટેડ, એર-કૂલ્ડ એન્જિન છે જે 8,000 rpm પર 7.91 bhpનો મેક્સિમમ પાવર અને 5,000 rpm પર 8.05 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.

ટ્રાન્સમિશન 
દેશની સૌથી સસ્તી બાઈક 4-સ્પીડ ગેરની સાથે આવે છે 

કેટલા કલર ઓપ્શન મળશે? 
તમને Hero HF 100 માત્ર એક જ રંગમાં ખરીદી શકો છો  અને તે છે બ્લેક એન્ડ રેડ થીમ.

કેવું છે ડાયમેન્શન ? 
તેની લંબાઈ 1965 મિલીમીટર, પહોળાઈ 720 mm અને ઊંચાઈ 1045 mm છે. Hero HF 100નું વ્હીલબેઝ 1235 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165 mm છે. તેની સેડર હાઈટ 805 મીમી છે.

વજન અને પેટ્રોલ ક્ષમતા 
તેનું વજન 110 કિલો છે. તેની ઈંધણ ક્ષમતા વિશે વાત કરીએ તો તેમાં 9.1 લીટરની પેટ્રોલ ટેન્ક મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ