બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:20 PM, 27 June 2023
ADVERTISEMENT
ગુજરાતમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આજ સવારથી અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળ્યું હતું. અને સાંજના સમયે અચાનક શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પાણી પાણી થયા છે.
ADVERTISEMENT
વાહનો બંધ પડી જતા ધક્કા મારવાનો આવ્યો વારો
શહેરમાં SG હાઈવે, બોડકદેવ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, થલતેજ, પ્રહલાદનગર, વેજલપુર, પાલડી, શિવરંજની સહિતના વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. તો શિવરંજની ચાર રસ્તા પાસે પાણી ભરાતા અનેક વાહન ચાલકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો. તો અનેક વાહનો બંધ પડી જતાં લોકોને ધક્કામારીને પાણીમાંથી વાહનો બહાર કાઢવા પડ્યા હતાં..
સારા વરસાદના પગલે ધરતીપુત્રો ખુશ
આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી મહેર જામી છે. દક્ષિણમાં સુરત, વલસાડ, અને તાપી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી મહેર જોવા મળી હતી. ખાસ કરીને સુરતમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વરસાદની શરૂઆતના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી વર્ષ સારું જવાની પણ ધરતીપુત્રોને આશા બંધાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.