બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Heavy rains in Ahmedabad for the fourth consecutive day in the afternoon

અનરાધાર / અમદાવાદમાં સતત ચોથા દિવસે બપોરે ખાબક્યો ધોધમાર વરસાદ, હજુ ત્રણ દિવસ 'ભારે'

Malay

Last Updated: 05:34 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે આજે સતત ચોથા દિવસે અમદાવાદમાં મેઘરાજાની પઘરામણી થઈ છે. શહેરમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેને લઇને શહેરના લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

 

  • અમદાવાદમાં સતત ચોથા દિવસે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ 
  • જોધપુર, જીવરાજ પાર્ક, વેજલપુર, પ્રહલાદનગરમાં વરસાદ
  • ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે દ્રારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. આજ રોજ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પરંતુ સતત વરસાદના કારણે દ્વારકાના રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયા હતા. બીજી બાજુ જૂનાગઢમાં સવારના સાડા દસ વાગ્યાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. 24 કલાકમાં ગુજરાતમાં 219 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ મહુવા, અમરેલીમાં અને કુતિયાણામાં નોંધાયો છે. આ વચ્ચે હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. 

આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. અરબ સાગરમાં સર્ક્યુલેશનના કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદી સંભાવના છે, સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

 

અમદાવાદમાં સતત ચોથા દિવસે વરસાદ 

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. શહેરના જોધપુર, જીવરાજ પાર્ક, વેજલપુર, પ્રહલાદનગર, એસ.જી હાઈવે જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. એ સિવાય શહેરના અન્ય કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદે રમઝટ બોલાવી છે. જેમ કે, નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. તો વરસાદને પગલે અમદાવાદીઓને ગરમી અને બફારામાંથી રાહત મળી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મહુવામાં 5 ઇંચ, અમરેલીમાં 5 ઇંચ, કુતિયાણામાં 5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ, મેંદરડામાં 4 ઇંચ વરસાદ, લખતરમાં 3.9 ઇંચ, નવસારીમાં 3.8 ઇંચ, ભેંસાણ, જૂનાગઢ અને જલાલપોરમાં 3.7 ઇંચ વરસાદ, ભુજ અને વેરાવળમાં 3 ઇંચ વરસાદ, બાબરા,વાડીયા, આંણદ અને ગારીયાધારમાં 2.8 ઇંચ, વંથલી, લીલીયા, સોજીત્રા, સાણંદ અને પેટલાદમાં 2.3 ઇંચ વરસાદ, લાઠી, પાલીતાણા, મહુવા, ધોરાજી, માણાવદર, ધંધુકા અને ધોલેરામાં 1.8 ઇંચ વરસાદ, જેતપુર, રાણાવાવ, ચોર્યાસી, શિંહોર અને વાલોડમાં 1.6 ઇંચ વરસાદ જ્યારે ખાંભા, મોરવાહડફ, બગસરા, ડોલવણ અને ગોંડલમાં 1.4 ઇંચ વરસાદ ખાબક્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ