બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Heavy rainfall in North Gujarat due to Biporjoy: National Highway also inundated, highest in Anjar of Kutch, 9 inches of rain

વાવાઝોડાની અસર / બિપોરજોયના કારણે ઉત્તર ગુજરાતમાં મેઘકહેર: નેશનલ હાઇવે પણ પાણીમાં ગરકાવ, સૌથી વધુ કચ્છના અંજારમાં 9 ઈંચ વરસાદ

Vishal Khamar

Last Updated: 05:11 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વાવાઝોડા બાદ આજે બીજા દિવસે પણ તેની અસર વર્તાઈ રહી છે. ત્યારે હજુ પણ રાજ્યનાં અનેક તાલુકાઓમાં હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે. રાજ્યનાં 200 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ અંજારમાં નોંધાયો છે.

  • ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકાઓમાં વરસાદ 
  • બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ભારે વરસાદ 
  • કચ્છની અંજાર તાલુકામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ 

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં આગામી તા. 27 થી 30 જૂન દરમ્યાન ભારે વરસાદની શક્યતા છે.  તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમજ આ વર્ષે ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. તેમજ બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે. અને મહારાષ્ટ્રનાં મુંબઈ સહિતનાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે જુલાઈ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ થશે. જ્યારે ઓગષ્ટ મહિનામાં વરસાદ ઓછો થવાની સંભાવના છે.  

દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદની શક્યતાઃ અંબાલાલ પટેલ

બિપોરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ભારે વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 200 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં બિપોરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે. તેમજ અંજાર તાલુકામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંડવી અને ભચાઈ તાલુકામાં 8.5 ઈંચ વરસાદ પડ્યો છે. ભુજ તાલુકામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

બનાસકાંઠામાં વરસાદી માહોલ

સાણંદ તાલુકાના કુંવર ગામમાં મકાનના પતરા ઉડ્યાં
અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેમા સાણંદ તાલુકાનાં કુંવર ગામમાં મકાનનાં પતરા ઉડ્યા હતા. ભારે પવન ફૂંકાતા ઘરની દીવાલ પણ તૂટી પડી હતી. તેમજ ગામમાં અન્ય ત્રણ લોકોનાં ઘરની છત પણ ધરાશાયી થવા પામી હતી. 

અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ

વરસાદના આગમનથી ગરમીમાં રાહત
આણંદ જીલ્લામાં પવન સાથે વરસાદની શરૂઆત થવા જીલ્લાનાં અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વહેલી સવારથી જ વાદળો છવાયા હતા. ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદના આગમનથી લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.

આણંદમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક

સૌથી વધુ વરસાદ પોશીના તાલુકામાં નોંધાયો
સાબરકાંઠાનાં હિંમતનગરનાં ગ્રામ્યા વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળ્યું હતું. જેમાં ધનપુરા, ખેડ, બોલોન્દ્ર, હિંમતપુર સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે હિંમતનગર, ઈડર, વડાલી, વિજયનગર, પોશીના તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાનાં પોશી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

રાધનપુરમાં ભારે વરસાદથી પાણી ભરાયા

છેલ્લા 24 કલાકથી રાધનપુરમાં વીજ પુરવઠો ખોરવાયો
પાટણનાં રાધનપુરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકથી રાધનપુરમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે વરસાદને કારણે બજાર સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાધનપુરનાં ગાયત્રી મંદિર રોડ, મસાલી રોડ તેમજ બસ સ્ટેશન રોડ પર પાણી ભરાયા હતા. 

પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ
ગત રાત્રીથી પાટણ શહેર સહિત સમગ્ર જીલ્લામા વરસાદી માહોલ છવાયો છે. ત્યારે પાટણ જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે સાંતલપુરમાં 84 મીમી, રાધનપુરમાં 90 મીમી, સિદ્ધપુરમાં 55 મીમી, હારીજમાં 88 મીમી, સમીમાં 74 મીમી, ચાણસ્મામાં 35 મીમી, શંખેશ્વરમાં 34 મીમી, સરસ્વતીમાં 51 મીમી વરસાદ પડ્યો હતો.

જિલ્લાના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ 
પંચમહાલ જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ત્યારે જીલ્લાનાં કેટલાક વિસ્તારમાં છૂંટો છવાયો વરસાદ પડ્યો હતો. ગત રાત્રીથી જીલ્લામાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. 

છેલ્લા 12 કલાકથી ભારે પવન સાથે વરસાદ યથાવત્
સાબરકાંઠાનાં વિજયનગર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે છેલ્લા 12 કલાકથી ભારે પવન સાથે વરસાદ યથાવત છે. બાલેટા, આંતરસૂબા, દઢવાવ, પાલ સહિતનાં પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. પોશીનાં અને ખેડબ્રહ્મામાં ભારે પવન સાથે 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારે વડાલીમાં પણ દોઢ ઈંચ વરસાદ નોધાયો હતો. જ્યારે ઈડર, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ