બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / heart disease differences symptoms in women and men know risk factor

રિસર્ચ / શું મહિલા કે પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો હોય છે અલગ-અલગ? કોને સૌથી વધુ જોખમ, જાણો

Bijal Vyas

Last Updated: 10:28 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ એટેક એક ગંભીર અને જીવલેણ રોગ છે. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે હાર્ટ એટેકના લક્ષણો સ્ત્રીઓ અને પુરુષોમાં અલગ-અલગ હોઈ શકે છે.

  • હાર્ટ એટેક પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ ખતરનાક અને જીવલેણ છે.
  • કોરોના પછી હાર્ટને સંબંધિત બિમારીઓ વધુ ગંભીર બની ગઈ છે
  • હાર્ટ એટેકથી પીડિત 50 ટકા મહિલાઓમાં જ આ સમસ્યા જોવા મળી છે.

Heart Attack: દુનિયાભરમાં હાર્ટને લગતી બીમારીનું જોખમ વધી રહ્યું છે. આ એક જીવલેણ રોગ છે. પુરુષો અને સ્ત્રીઓ બંને આનાથી પ્રભાવિત થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ શોધી કાઢ્યું છે કે કોરોના પછી હાર્ટને સંબંધિત બિમારીઓ વધુ ગંભીર બની ગઈ છે. આ સિવાય શારીરિક પ્રવૃત્તિનો અભાવ, ખોરાકમાં ખલેલ, તણાવ વધવાથી હાર્ટની સમસ્યાઓ વધી શકે છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે મહિલાઓ અને પુરુષોમાં તેના લક્ષણોમાં પણ તફાવત જોવા મળ્યો છે.

કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં હાર્ટ એટેક વધુ ખતરનાક અને જીવલેણ બની શકે છે. સમયસર સારવારનો અભાવ આ ભયનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. આવો જાણીએ કે, સ્ત્રીઓ અને પુરુષોમાં હાર્ટ એટેકના કેસ કેવી રીતે અલગ-અલગ હોઈ શકે છે અને તેની સારવાર શું છે…

પુરુષો- મહિલાઓમાં હાર્ટ એટેકના અલગ-અલગ લક્ષણ 
સંશોધકો મુજબ, સ્ત્રીઓમાં હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે. છાતીમાં દુખાવો-જકડવું અને શ્વાસ લેવામાં તકલીફ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે. તેના કેટલાક લક્ષણો અલગ રીતે જોવામાં આવ્યા છે.

Tag | VTV Gujarati

શું મહિલાઓમાં હાર્ટ એટેક છે જીવલેણ 
અમેરિકન હાર્ટ એસોસિએશનના રિપોર્ટ અનુસાર, હાર્ટ એટેકના એક વર્ષના તફાવતમાં પુરૂષો કરતા મહિલાઓના મૃત્યુનું જોખમ વધારે છે. હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા 65 વર્ષ કે તેથી વધુ વયના 50,000 દર્દીઓનો અભ્યાસ કર્યા બાદ આ બાબતો સમજાઈ છે. આ રિપોર્ટ અનુસાર, પ્રથમ હાર્ટ એટેકના 5 વર્ષમાં મૃત્યુ, હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોકનું જોખમ 47% જોવા મળ્યું છે, જ્યારે પુરુષોમાં તે 36% સુધી હોઈ શકે છે.

મહિલાઓ-પુરુષોમાં હાર્ટ એટેકેના લક્ષણ
સંશોધકોનું માનવું છે કે, પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવો છે. આ લક્ષણ પુરુષોમાં વધુ જોવા મળે છે. હાર્ટ એટેકથી પીડિત 50 ટકા મહિલાઓમાં જ આ સમસ્યા જોવા મળી છે.

પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો

  • છાતીમાં દુખાવો અથવા બેચેની
  • શ્વાસની સમસ્યા
  • ડાબા જડબામાં દુખાવો
  • ઉબકા

ગુડ કોલેસ્ટ્રોલ વધારવા માટે આ પાંચ બાબતોનું રાખો ખાસ ધ્યાન, હાર્ટ એટેકનો  ખતરો નહી રહે, જાણો વિગત | how to increase good cholesterol in body

સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો

  • સ્ત્રીઓને પીઠ 
  • ગરદન અથવા જડબામાં દુખાવો
  • હાર્ટબર્ન
  • ચક્કર, 
  • ઉબકા
  • શ્વાસની તકલીફ અને પરસેવો

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ