બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health benefits of harsingar parijat night jasmine fight against arthritis stress cold fever

હેલ્થ / એક-બે નહીં, ડેન્ગ્યૂ, મલેરિયા સહિત અનેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે આ ફૂલ, જાણો ફાયદા

Arohi

Last Updated: 12:38 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Night Jasmine: આયુર્વેદમાં એવા હજારો ઔષધીય છોડ વિશે જણાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે.

  • આયુર્વેદમાં ઔષધીય છોડ વિશે જાણકારી 
  • સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ ફૂલ 
  • અનેક બીમારીઓ માટે છે રામબાણ ઇલાજ

શિયાળામાં મોટાભાગના લોકો વાયરલથી થતી શરદી, ખાંસી, ગળામાં ખિચખિચ વગેરેનો શિકાર થાય છે. તમે ગમેતેટલો પ્રયત્ન કરી લો આ સિઝનમાં વાયરલથી બચવું મુશ્કેલ છે. એવામાં તમારે દવા લેવી પડે છે. 

પરંતુ વધારે પડતી દવાઓ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એવામાં તમે આયુર્વેદની મદદ લઈ શકો છો. હકીકતે આયુર્વેદમાં એવી ઘણી ઔષધી વિશે જણાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ સારા સ્વાસ્થ્ય માટે કરી શકાય છે. આવો જાણીએ તેના વિશે 

ચા અથવા તો ઉકાળાના રૂપમાં કરો ઉપયોગ 
પારિજાતના ફૂલથી લઈને પાન, છાલ અને બીજ પણ ખૂબ ઉપયોગી છે. તેની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પારિજાતની ચા બનાવવા માટે તેના બે પાન અને એક ફૂલની સાથે તુલસીની અમુક પાન લો અને તેમને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી લો. જ્યારે તે સારી રીતે ઉકળી જાય તો તેને ગાળીને ઠંડા કરી લો અને પછી પી લો. તમે ઈચ્છો તો સ્વાદ માટે તેમાં મધનો ઉપયોગ કરી શકો છો. 

આ સમસ્યાઓમાં પણ ફાયદાકારક 
પારિજાતના પાન અને ફૂલનો ઉપયોગ તમને શરદી-ખાંસીમાં રાહત આપશે. તેના ઉપરાંત તમે તેના પાનનો ઉપયોગ ઘુટણના દુખાવા માટે પણ કરી શકો છો. તેના માટે પારિજાતના 6થી 7 પાન તોડીને તેને પીસી લો. તેને પીસ્યા બાદ પેસ્ટને પાણીમાં નાખીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેનું પ્રમાણ અડધુ ન થઈ જાય. હવે તેને ઠંડુ કરી દરરોજ સવારે ખાલી પેટે પીવો. 

ગળામાં દુખાવો, તાવ અને ત્વચા સંબંધી સમસ્યામાં ફાયદાકારક 
આયુર્વેદ અનુસારકોઈ પણ પ્રકારના તાવમાં પારિજાતના પાનની ચા કે ઉકાળો પીવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેના સેવનથી ડેન્ગ્યૂ તથી મલેરિયા સહિત ઘણા પ્રકારના તાવ દૂર થાય છે., શિયાળામાં ત્વચા સંબંધી સમસ્યાથી રાહ મેળવવા માટે પાનને પીસીને લગાવી શકાય છે. હાથ-પગ તથા મસલ્સમાં દુખાવો થવા પર પણ પારિજાતના પાનના રસમાં બરાબર પ્રમાણમાં આદુનો રસ મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ