ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
આ સિવાય પણ ઓક્સિજન ઓછું થવાથી એલર્જી, માઇગ્રેન, ફેફસાના ઇન્ફેક્શન, ઉધરસ અને આંખોની નબળાઇ પણ પ્રદુષણ કારણે થાય છે, આ તમામ કારણેને લીધે શરીરમાં ઓક્સિજન ઓછુ થઇ જાય છે અને બિમારીઓ વધી જાય છે. એટલા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ કે શરીરમાં ઓક્સિજનનું લેવલ સારુ રહે. આ માટે તમારે ભોજનમાં એવી વસ્તુઓ શામેલ કરવી જોઇએ કે જે તમારા ઓક્સિજન લેવલને વધારવાનું કામ કરે, અને તેના માટે કારગર ઉપાય તુલસી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રદુષણની અસરથી શરીરમાં ઓક્સિજનનું લેવલ ઓછુ થવા લાગે છે અને જેના કારણે ઘણી બિમારીઓ થઇ શકે છે. પ્રદુષણને કારણે શ્વાસ લેવાની સાથે સાથે ફેફસામાં સુક્ષ્મ કણ પણ પહોંચે છે. જેનાથી ફેફસા પણ ખરાબ અસર પડે છે. ફેફસા સારી રીતે કાન ન કરે તો શરીરમાં બીજી ઘણી તકલીફો પડવા લાગે છે. શરીરમાં કાર્બન ડાઇઓક્સાઇડનું લેવલ વધવા લાગે છે. જેને કાર્બોઓક્સિહીમોગ્લોબિન કહેવામાં આવે છે અને આ ઘણી બિમારીઓનું કારણ બને છે. શરીરમાં ઓક્સિજનનું લેવલ ઘટી જતા થાક, સ્કિન એલર્જી, આંખોમાં બળતરા, શરદી-ખાંસી અને અસ્થમા જેવી તકલીફો થાય છે.
ADVERTISEMENT
તુલસીનું કરો સેવન:
તુલસીનો છોડ તમામ બિમારીઓ માટે કારગર સાબિત થશે. તુલસીના છોડને ઘરમાં વાવવાથી ઘરમાં શુદ્ઘ હવા રહે છે. પ્રદુષણનું સ્તર ઓછુ કરવાનુ કામ તુલસીનુ છોડ કરે છે. આ માટે ઘરમાં તુલસીનો છોડ જરૂરથી લગાવો અને સાથે જ તુલસીનું સેવન કરો. આ માટે તુલસીનું પાણી પીશો તો ફાયદો ચોક્કસથી થશે.
ADVERTISEMENT

આ રીતે બનાવો તુલસીનું પાણી:
ADVERTISEMENT
તુલસીના 10-12 પાન લઇને સારી રીતે ધોઇ લો. એક પેનમાં 3 કપ પાણી લો. તેમાં તુલસી, આદુનો એક ટુકડો, 2 કાળા મરી ઉમેરીને સારી રીતે ઉકાળી લો. આ પાણી જ્યારે ઉકાળીને તેની માત્ર 2 કપ થઇ જાય તે પછી તેણે ગાળી લો. આ પાણી તમારા શરીર ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે અને શરીરમાં ઓક્સિજનના લેવલમાં પણ વધારશે.
આ પાણી પીવાથી થશે અઢળક ફાયદા:
ADVERTISEMENT
- તુલસીનું પાણી નિયમિત પીવાથી સ્કિન સાથે જોડાયેલી તમામ તકલીફો દૂર થઇ જશે. આ સિવાય લોહી સાફ પણ થાય છે.
- ડાયાબિટીસના દર્દીઓ ચોક્કસથી આ પાણીનું સેવન કરવુ જોઇએ.
- માઇગ્રેનની તકલીફ હોય તો ચોક્કસથી તુલસીના પાનનું સેવન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો