બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harshil Jadav custodial death case and Congress leader Manish Doshi's statement

કસ્ટોડિયલ ડેથ / ચેક બાઉન્સ કેસમાં મળ્યું મોત! કસ્ટડીમાં જૂનાગઢના PSI અને મૃતક હર્ષિલ જાદવ વચ્ચે શું થયું? કોંગ્રેસે કાઢ્યો અલગ એંગલ

Kishor

Last Updated: 10:27 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં સુરક્ષાની જવાબદારી નિભાવનાર જ ભક્ષક બન્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસના ઢોર મારને પગલે યુવાનનું મોત નિપજતા અરેરાટી મચી છે.

  • હર્ષિલ જાદવ કસ્ટોડિયલ ડેથ કેસ
  • કોંગ્રેસ નેતા મનિષ દોશીનું નિવેદન 
  • પોલીસ સામે ફરિયાદ નોંધાઇ

જૂનાગઢમાં થોડા સમય પહેલા અમદાવાદના શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાય હતી.તનિષ્ક ટુર એન્ડ ટ્રાવેલ્સ કેસમાં ફ્રોડ થયા હોવાનો કેસ આદમ સિડાએ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં  કરાવે છે. આ પ્રકરણમાં સંડોવાયેલ શખ્સની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ મકવાણાએ દબોચી લીધો હતો. આરોપી હર્ષિલ જાદવની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પીએસઆઇએ બેરહેમેથી માર મારતા માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.આરોપીએ પીએસઆઈ સાથે 3 લાખમાં સેટલમેન્ટ ન કરતા બેહદ માર માર્યો હતો. જેને લઈને આરોપીને ઇજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશનેથી કોર્ટમાં લઈ જતા જજ પણ ચોકી ઉઠ્યા હતા અને તુરંત જ તપાસનો આદેશ આપ્યો હતો.


હર્ષિલનું મોત નીપજ્યું

પરંતુ પોલીસે ચોરી પર સીના ચોરીની જેમ ભોગ બનનાર હર્ષિલ જાદવને દવાખાને લઈ જવાને બદલે જેલમાં મોકલ્યો પરંતુ જેલના સત્તાધીશો એ પણ ઇજાગ્રસ્ત હાલતમાં હર્ષિલનો કબજો ન સંભાળ્યો અંતે હર્ષિલને જામીન પર મુક્ત કરતા અમદાવાદ પહોંચ્યા હતા. 21 જાન્યુ એ વકીલને મળવા જતા હર્ષિલ અચાનક પડી જાય છે અને હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના ડોકટરે હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવે છે. પોલીસના સખત મારને કારણે બ્લડકલોટિંગ થવાથી હાર્ટ એટેક આવ્યો હોવાનો દાવો કરાયો હતો.

વધુ વાંચો: સ્પષ્ટતા / ભાજપમાં ભરતી થવાની અટકળો વચ્ચે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા અને ગુલાબસિંહની ચોખવટ, રાજકારણમાં ગરમાવો

પીએસઆઇ મુકેશ મકવાણા વિરુદ્ધ અત્યાચારનો ગુન્હો

હર્ષિલની સ્થિતિ ગંભીર બનતા તેના ભાઈ બ્રીજેશે પીએસઆઇ મકવાણા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં પોલીસે પીએસઆઇ મકવાણા વિરૂદ્ધ 307 અને 331નો ગુનો નોંધી તપાસ હાથ ધટી હતી પરંતુ યુવક નું મોત થતા હવે 302 નો ગુનો પણ દાખલ કરેલ છે. પરંતુ હર્શિલ 23 જાન્યુઆરી એ મૃત્યુ પામ્યો હતો. પોલીસે આ બનાવની ગંભીરતા સમજી અંતે બી ડિવિઝનના પીએસઆઇ મુકેશ મકવાણા વિરુદ્ધ અત્યાચારના પ્રયાસ ઉપરાંત  હત્યાની કલમ 307 ઉમેરી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. હવે આ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે.

જવાબદાર સામે કડક પગલાં લેવાની માગ: કોંગ્રેસ
 
આ બાબતે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે કે જૂનાગઢમાં મુકેશ જાદવ નામના વ્યક્તિને કોઈ ગુના બાબતે પોલીસે રિમાન્ડ પર લીધા હતા. તે બાદ પરિવાર પાસે 3 લાખ રૂપિયાને લાંચ માંગવામાં આવી હતી. પરંતુ પરિવાર લાંચ ન આપી શકવાથી રિમાન્ડમાં માર મારવાથી તેનું મોત થયું છે. પોલીસની વર્દીને ગુંડાગીરીનો ભોગ લોકો બની રહ્યા છે. તેમજ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ થાય અને જવાબદાર સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી કોંગ્રેસી માંગ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ