બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:38 PM, 18 January 2025
કુંભની સૌથી સુંદર સાધ્વી હર્ષા રિછરિયાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના નકલી ડ્રેડલોક્સને ઉજાગર કરતી જોવા મળે છે, જે તેણે કુંભ પહેલા એક બ્યુટી પાર્લરમાં કરાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
“पाखंडी साध्वी” को “जटा” लगवाते हुए देख लीजिए 👇
— Anika Pandey (@Anika_Pan) January 17, 2025
दीदी BigBoss में जाकर पैसा छापना चाहती है, और सोशल मीडिया जैसे Instagram पर फॉलोअर्स बढ़ाना चाहती है.
Instagram के फॉलोअर्स बढ़ गए, और अब BigBoss के नए सीजन में बुलावा भी आ जाएगा. pic.twitter.com/1A70Gwf9k8
થોડા દિવસો પહેલા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં એક મહિલા સાધ્વી હર્ષા રિછરિયા જોવા મળી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તે ગ્લેમરની દુનિયા છોડી ચૂકી છે અને સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. પરંતુ તેના ભૂતકાળનો વીડિયો જોયા બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેનો રડતો એક વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થયો.
ADVERTISEMENT
વધુ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણમાં નીતા અને મુકેશ અંબાણી આપશે હાજરી, જુઓ મહેમાનોનું લિસ્ટ
વીડિયોમાં સાધ્વી હર્ષા વેસ્ટર્ન ડ્રેસ અને ગ્લેમર કલગ પહેરીને રીલ બનાવતી જોવા મળે છે. આ પછી, પાર્લરમાં હર્ષા તેની નકલી જટાઓ બતાવતી જોવા મળી છે. પાર્લર લેડી તેની જટાઓને સરખી કરી રહી છે અને હર્ષાના માથા પર મૂકતી જોવા મળે છે. આ સમય દરમિયાન પણ હર્ષા રીલ્સ બનાવે છે. આ જોતાં જ લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી.
ADVERTISEMENT

વીડિયોને @Anika_Pan નામના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઘણા લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. યુઝર્સે હર્ષાને બિગ બોસમાં જવાની સલાહ આપી. એક યુઝરે લખ્યું હર્ષા, બિગ બોસમાં જઈને તારા નાટક બતાવ, તને ઈનામ મળશે. અન્ય એક યુઝરે કહ્યું, થોડા જ દિવસોમાં તેને બિગ બોસ તરફથી ઓફર મળશે. તો અન્ય એક યુઝરે લખ્યું, આ સાધ્વી નકલી છે, ફેમસ થવા માટે આ બધું કરી રહી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.