Hariharananda Swami was found near Surat, had disappeared 4 days ago
વડોદરા /
ભારતી બાપુ આશ્રમ વિવાદ : ગુમ થયેલા હરિહરાનંદ સ્વામી મળી આવ્યા, નાસિકથી વડોદરા લવાયા, મોટા ખુલાસાની શક્યતા
Team VTV12:49 PM, 04 May 22
| Updated: 03:02 PM, 04 May 22
1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ મહારાજ ચાર દિવાસ અગાઉ વડોદરાથી ગુમ થયા હતા જે આજે નાસિક નજીકથી મળી આવ્યા છે.જેઓને વડોદરા ખાતે લાવવામાં આવ્યા છે.
બપોરે તેઓને વડોદરા ખાતે લાવવામાં આવ્યા
વાડી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાશે પૂછપરછ
અનેક ભેદ ભરમ ખૂલી શકે તેવી શક્યતાઓ
ચાર દિવાસ અગાઉ વડોદરાથી ગુમ થયેલા હરિહરાનંદજી સ્વામી સુરતના નાસિક નજીકથી મળી આવ્યા છે. જેને લઈને પોલીસ આલમમાં હશકારો અનુભવાયો છે. સ્વામીને તેના સેવકે શોધી કાઢ્યા બાદ આજે બપોરે તેઓને વડોદરા ખાતે લાવવામાં આવ્યા છે. જ્યાં વાડી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે તેઓની પૂછપરછ કરવામાં આવશે અને વિશ્વાસઘાત અંગેના પુરાવા મળ્યે કાર્યવાહી હાથ ધરવામાં અવશે. હાલ ગુમ થવા અંગેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. પુછપરછ બાદ આ મામલે અનેક ભેદ ભરમ ખૂલી શકે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
વડોદરાથી બન્યા હતા લાપતા
જૂનાગઢ ખાતે આવેલ ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયા હતા. જે અંગે કેવડિયા આશ્રમના પરમેશ્વર ભારતીએ વડોદરાનાં વાડી પોલીસ મથકમાં અરજી હતી. ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ મહારાજ ગત તા. 30 રોજ આશ્રમ કેવડિયાથી અમદાવાદ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નીકળ્યા હતા ત્યાર બાદ વડોદરા શહેરમાં રહેતા તેમના સેવક રાકેશભાઇને ત્યાં રાત્રિ ભોજન કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓએ કારેલીબાગ ખાતે તેમના શિષ્ય કાળુ ભારતી પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરતા સેવક રાકેશભાઇ તેઓને કાર મારફતે લઇ જઇ કપુરાઇ ચોકડી પાસે આવેલી પોલીસ ચેકપોસ્ટની ઉતાર્યા હતા. ત્યારબાદ તેઓ આશ્રમે પરત ફર્યા ન હતા જે અંગેની વિગત પોલીસ સમક્ષ જાહેર થવા પામી હતી. આ માહિતીને લઈને પોલીસે ગુમ થવાનું કારણ શોધવા તેમજ સીસીટીવી અને મોબાઈલ લોકેશન તથા સેવકોની તપાસ સહિતની કામગીરીનો ધમધમાંટ શરૂ કર્યો હતો. આ અંગે માહિતી આપનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોલ ડિટેલના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરતા હરીહરાનંદ બાપુ સુરત નજીકના નાસિક આશ્રમ પાસેથી મળી આવ્યાની છે. આથી વડોદરા પોલીસ અને પોલીસ ટીમો બાપુને લઇને બપોરે પરત ફરી હતી.
પુછપરછમાં રાઝ પરથી પારદો ઊંચકાઇ તો નવાઈ નહી
આજે બપોરે તેઓને વડોદરા ખાતે લાવવામા આવ્યા છે. જ્યાં વાડી પોલીસ સ્ટેશન તેમજ ક્રાઈમ બ્રાન્ચ ખાતે અધિકારીઓ દ્વારા હરિહરાનંદજી સ્વામીના નિવેદનો નોંધી પૂછપરછ કરવામાં આવશે. જો તેઓ પર થયેલ વિશ્વાસઘાત કે અન્ય કોઈ કારણ અંગે નક્કર પુરાવાઓ સામે આવશે તો પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી કરાશે. મહત્વનું છે કે ગુમ થયા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજૂ સુધી બહાર આવ્યું નથી પરંતુ વડોદરા પોલીસની પૂછપરછ દરમિયાન અનેક રાઝ પરથી પારદો ઊંચકાઇ તો નવાઈ નહી.!