બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હરભજનનું મોટું નિવેદન
ADVERTISEMENT
હરભજને એક ન્યુઝ એજેન્સી સાથે વાતચીત કરતા કહ્યું કે પૃથ્વી શો રન બનાવે છે પરંતુ તેમની ટેક્નિક જોઈ લાગે છે તે ક્યારેય પણ આઉટ થઈ શકે છે. મને શો પર બિલકુલ ભરોસો નથી. શુભમન ગિલ ટીમમાં પહેલાથી છે તો તેમને મોકો આપ્યો નહી. ટીમ ઈંડિયા યુવા ખેલાડીઓ ને પરિપક્વ બનાવી નથી રહી. અને ગિલને સાથે રાખ્યો છે પણ તેમને મોકો આપવામાં આવતો નથી.
ADVERTISEMENT
પંત પર પણ ઉઠ્યા સવાલ
ADVERTISEMENT
ADVERTISEMENT
હરભજને પંતને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. અને કહ્યું કે સાહાને ટીમમાંથી બહાર કેમ કર્યો છે. જો કે પંત સારા ફોર્મમાં નથી. અને કહ્યું કે રિષભ પંતને ઋદ્ધીમાન સાહાની જગ્યાએ મોકો આપવામાં આવ્યો છે. પરંતુ મને સમજાતું નથી કે સાહાને ટીમમાંથી બહાર કેમ કરવામાં આવ્યો છે. પંતનું તો ફોર્મ પણ ખરાબ હતું અને તેમણે પ્રેક્ટીસ મેચમાં પણ તેમની કુશળતા દેખાડી ન હતી.
ADVERTISEMENT
રહાણેની ખોલી પોલ
હરભજન સિંહે અજીન્ક્યા રહાણેની પણ આલોચના કરી. અને સાથે સાથે તેમ પણ કહી દીધું કે દુનિયાભરની ટીમોને ખબર પડી ગઈ છે કે રહાણે શોર્ટ બોલમાં રમી શકતા નથી. રહાણે રન તો બનાવી જ નથી શક્યા પરંતુ મોટી વાત તે છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કાઈસ્ટચર્ચમાં ટેસ્ટની બીજી ઈંનિંગમાં જે રીતે શોર્ટ બોલ હેરાન થતાં હતા. હવે તેમણે દુનિયાભરમાં પોતાની છાપ છોડી દીધી. હવે દુનિયાભરમાં જ્યાં પણ જશે ત્યાં તેમની સામે શોર્ટ બોલ ફેકવામાં આવશે.
રવિ શાસ્ત્રી માત્ર વાતો કરે છે
હરભજન સિંહે અજીન્ક્યા રહાણેની બેટિંગ આલોચના સાથે સાથે રવિ શાસ્ત્રીની પણ ઝાટકણી કરી છે. રવિ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે ભારતીય ટીમ વિદેશમાં સૌથી સારું પ્રદશન કરવાવાળી ટીમ છે. જો કે તે એકદમ ખોટું પડ્યું. હરભજને કહ્યું કે રવિ શાસ્ત્રીના આ દાવાને હું બિલકુલ નથી માનતો. હા બસ ફર્ક એટલો છે કે પહેલા અમે ઈકોનોમી ક્લાસમાં જતા હવે ફર્સ્ટ ક્લાસમાં જાય છે. રવિ શાસ્ત્રીના વખાણ મુજબ ટીમનો રેકોર્ડ કંઇક અલગ જ છે. સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ 4 સીરીઝમાં ભારતે 3 સીરીઝ ગુમાવી છે. માત્ર ઓસ્ટ્રેલિયામાં સીરીઝ જીત્યા છીએ. તે પણ ટીમમાં વોર્નર અને સ્મિથ હતા નહિ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.