બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Harani lake boat incident Eyewitness Rinaben Patel said that at the time of the accident, the boat driver had run away
Last Updated: 05:40 PM, 19 January 2024
ADVERTISEMENT
વડોદરાના હરણી તળાવમાં બનલી દુર્ઘટના મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક આક્ષેપો પણ થઈ રહ્યાં છે. જો કે, આ બધાની વચ્ચે આ ઘટનાના પ્રત્યક્ષદર્શીનું નિવેદન સામે આવ્યું છે. હરણી લેક દુર્ઘટના પ્રત્યક્ષદર્શી રીનાબેન પટેલ જણાવ્યું છે કે, 'બોટ ચલાવનારા આસપાસના લારીગલ્લા વાળા હતા
ADVERTISEMENT
ત્રણ ડ્રાઈવર બાળકોને બચાવવા કુદ્યા હતા: પ્રત્યક્ષદર્શી
પ્રત્યક્ષદર્શી રીનાબેન પટેલે કહ્યું કે, દુર્ઘટના સમયે બોટ ચલાવનાર ભાગી ગયા હતાં. માત્ર 8 બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા હતા. વધુમાં કહ્યું કે, બચાવ કામગીરી માત્ર ટેમ્પો ડ્રાઈવરોએ જ કરી હતી અને સ્થિતિ એવી હતી કે અમને કોને બચાવવા તે સૂઝતુ ન હતું. બોટ ચલાવનારા વ્યક્તિઓને કોઈ જ અનુભવ ન હતો અને તળાવ પાસે સોસાયટીનો દરવાજો બંધ હોવાથી અમે મદદ ન કરી શક્ય. જો કે, આ સમય ટેમ્પાના ત્રણ ડ્રાઈવર બાળકોને બચાવવા કુદ્યા હતા
માત્ર ત્રણ લોકો બાળકોને બચાવી રહ્યાં હતાં
તેમણે કહ્યું કે, અમે જોયું હતું કે, કેટલીક લાશો પડી હતી કેટલાક બાળકો તળાવમાંથી બહાર આવી રહ્યાં હતાં અને કેટલાક ડૂબી રહ્યાં હતા, ત્યાં માત્ર ત્રણ લોકો બાળકોને બચાવી રહ્યાં હતાં. બાદમાં પાંચ વાગ્યાની આજુબાજુ બધા લોકો આવ્યા હતાં
ADVERTISEMENT
વાંચવા જેવું: ભારે કરી! સેવ ઉસળનો નાસ્તો બનાવનારને અપાયો બોટિંગનો કોન્ટ્રાક્ટ, પછી દુર્ઘટના ના ઘટે તો બીજું શું થાય?
બેદરકારીના કારણે દૂર્ઘટના
દરેક બોટિંગ રાઇડ ચાલુ કરતા પહેલા જરૂરી સૂચનાઓ આપવી જોઇએ. જે અપાઇ ન હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને એકી સાથે ઠાંસીઠાંસીને બેસાડી બોટિંગ કરાવાતાં આ દુર્ઘટના ઘટી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. જો કે રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા પર ચાલતા તમામ એકમો, જગ્યાઓ કે સેવાઓમાં આચરાતી ઘોર બેદરકારીના કારણે વારંવાર મોટી હોનારતો બને છે. તેવામાં આવી ઘટનાઓ રોકવા માટે બિનીત કોટીયા જેવા કોન્ટ્રાક્ટરોને આકરીમાં આકરી સજા થાય તેવી માગ ઉઠી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.