બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Happiness will follow just do these 4 things or you will regret it later

ચાણક્ય નીતિ / સુખ-સૌભાગ્યને સામે ચાલીને આવશે, બસ આ 4 કામોને ગળે ઉતારો, નહીં તો પાછળથી પસ્તાશો

Manisha Jogi

Last Updated: 09:13 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાણક્ય અનુસાર આરોગ્ય સારું હોય ત્યારે કેટલાક કાર્યો લેવા જોઈએ. સમય નીકળી ગયા બાદ કાર્ય કરવાથી પાછળથી પસ્તાવો જ થઈ શકે છે. માત્ર પોતાનું જ નહીં પરંતુ સમાજ કલ્યાણ માટે પણ કાર્ય કરવું જોઈએ.

  • સમાજ કલ્યાણના કાર્ય કરવા માટે વૃદ્ધ થવાની રાહ ના જોવી જોઈએ.
  • દાન અને દક્ષિણા જરૂરથી કરવી જોઈએ.
  • કોઈપણ કામને કાલ પર ના ટાળવું જોઈએ.

ચાણક્યએ પોતાની નીતિમાં જીવનને યોગ્ય પ્રકારે જીવવા માટે અને સમાજમાં માન સમ્માન વધારવા માટે કેટલાક ઉપાય જણાવ્યા છે. ચાણક્ય અનુસાર જીવનમાં અનેક એવા કાર્ય છે, જે તમામ વ્યક્તિએ તેમનું આરોગ્ય સારું હોય ત્યારે જ કરી લેવા જોઈએ. આ પ્રકારે ના કરવાથી સમય નીકળી ગયા બાદ તમને પાછળથી પસ્તાવો જ થઈ શકે છે. 

વ્યક્તિએ માત્ર પોતાનું જ નહીં પરંતુ સમાજ કલ્યાણ માટે પણ કાર્ય કરવું જોઈએ. આ કાર્ય કરવા માટે વૃદ્ધ થવાની રાહ ના જોવી જોઈએ. મૃત્યુ ક્યારે આવી જાય તે કહી શકાય નહીં, આ કારણોસર જ્યારે પણ તક મળે ત્યારે કામ કરી લેવું જોઈએ. આ પ્રકારે કરવાથી સમાજમાં માન અને સમ્માન મળે છે. 

ચાણક્ય અનુસાર કોઈપણ ધાર્મિક સ્થળે પૂજા અર્ચના કરવા માટે જઈએ છીએ, તો ત્યાં દાન અને દક્ષિણા જરૂરથી કરવી જોઈએ, જેને શુભ માનવામાં આવે છે. પવિત્ર સ્થળ પર દાન કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. જેનાથી તમારા કુબેર ભંડારમાં વૃદ્ધિ થશે. 

આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિએ માત્ર પોતાની જ ભલાઈ નહીં પરંતુ સમાજની ભલાઈ માટે પણ કામ કરવું જોઈએ. મોટાભાગના લોકો પોતાના પરિવાર અને કામકાજમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે, તેઓ આ તમામ બાબતો પર ધ્યાન આપતા નથી. સામાજિક કાર્ય કરવાથી પણ તમારું ભલું થાય છે. 

આચાર્ય ચાણક્ય અનુસાર કોઈપણ કામને કાલ પર ના ટાળવું જોઈએ. કાલે શું થશે, તેની કોઈપણ વ્યક્તિને ખબર હોતી નથી. આ પરિસ્થિતિમાં તમારે તમારા તમામ અધૂરા કામ પૂર્ણ કરી લેવા જોઈએ. માનવામાં આવે છે કે, જે પણ કામ કાલ પર ટાળવામાં આવે છે, તે કામમાં સફળતા મળતી નથી. આ કારણોસર પાછળથી પસ્તાવો થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ