બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Hair Fall: Hair is falling fast... then it could be this disease

આરોગ્ય / હેર ફૉલ: તેજીથી ખરી રહ્યા છે વાળ... તો હોઈ શકે છે આ બીમારી માટેની ખતરાની ઘંટી, સાચવજો

Pooja Khunti

Last Updated: 10:05 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ, શારીરિક અને માનસિક સમસ્યાઓને કારણે પણ વાળ ખરી શકે છે. લ્યુપસ, સિફિલિસ, થાઇરોઇડ, સેક્સ-હોર્મોન્સમાં અસંતુલન અને વાળમાં પોષણની સમસ્યાના કારણે પણ વાળ ખરી શકે છે.

આજના સમયમાં ખરાબ જીવનશૈલીના કારણે હેર ફૉલએ સામાન્ય બાબત બની ગઈ છે. સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિને આજે હેર ફૉલની સમસ્યા જોવા મળે છે. નાની ઉંમરના લોકોના પણ વાળ ખરવા આજે એક સામાન્ય બાબત બની ગઈ છે. વાળ ખરવાનું કારણ વધતી જતી ઉંમર, આનુવંશિક અને હોર્મોન્સમાં પરિવર્તન હોય શકે છે. જાણો, વાળ ખરવાના કારણો વિશે. 

વાળ ખરવા 
સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ, શારીરિક અને માનસિક સમસ્યાઓને કારણે પણ વાળ ખરી શકે છે. લ્યુપસ, સિફિલિસ, થાઇરોઇડ, સેક્સ-હોર્મોન્સમાં અસંતુલન અને વાળમાં પોષણની સમસ્યાના કારણે પણ વાળ ખરી શકે છે. તમારા શરીરમાં પ્રોટીન, આયર્ન અને ઝીંકની ઉણપના કારણે પણ તમારા વાળ ખરી શકે છે. 

તણાવના કારણે પણ વાળ ખરી શકે છે 
એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે જે લોકોને ચિંતા અને તણાવ હોય છે, તેમને વાળ ખરવાની સમસ્યા વધુ જોવા મળે છે. તણાવના કારણે વાળના જરૂરી કોષોને નુકસાન પહોંચે છે. 

થાઇરોઇડની સમસ્યા 
જે લોકોને થાઇરોઇડની સમસ્યા હોય છે, તેમના વાળ ખરવા લાગે છે. હાઇપરથાઇરોઇડિઝમના 50% દર્દીઓમાં અને હાઇપોથાઇરોડિઝમના 33% દર્દીઓમાં વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. 

વાંચવા જેવું: હળદર, બીટ, ગોળ અને...: લોહીમાં જમા ગંદકી ખેંચીને બહાર કાઢી નાંખે છે આ 5 ફૂડ

પોષક તત્વોની ઉણપને કારણે પણ વાળ ખરી શકે છે 
વાળને હેલ્ધી રાખવા માટે કેટલાક જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે. રિબોફ્લેવિન, બાયોટિન, ફોલેટ અને વિટામિન B12 અને વિટામિન E ની ઉણપના કારણે પણ વાળ ખરવા લાગે છે. આહારમાં ઝીંક અને પ્રોટીનની ઉણપના કારણે પણ વાળ ખરવા લાગે છે. તમારા વાળને મજબૂત રાખવા માટે પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ