બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Gyanvapi Case To Continue In Court, Mosque Committee's Challenge Rejected

ન્યાયિક આદેશ / જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં HCનો મોટો ચુકાદો, શ્રુંગાર ગૌરીની નિયમિત પૂજા પર થશે સુનાવણી, મુસ્લિમ પક્ષને ઝટકો

Hiralal

Last Updated: 05:03 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ એક મોટો ચુકાદો જાહેર કરી દીધો છે.

  • વારાણસીની જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો  મહત્વનો ચુકાદો
  • હિંદુ પક્ષની નિયમિત પૂજાવાળી અરજી પર સુનાવણી ચાલુ રાખવા સંમત
  • મુસ્લિમ પક્ષે નિયમિત પૂજાની અરજી સામે કરી હતી અરજી

વારાણસીના જ્ઞાનવાપી વિવાદ સાથે જોડાયેલા શૃંગાર ગૌરી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. શૃંગાર ગૌરીની નિયમિત પૂજા વિરૃદ્ધની અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિની અરજી ફગાવતા હાઈકોર્ટે શૃંગાર ગૌરીની નિયમિત પૂજાને યથાવત રાખી છે. એટલે કે તેની પૂજા થતી રહેશે. હાઈકોર્ટે વારાણસી જિલ્લા કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. રાખી સિંહ અને અન્ય 9 લોકોએ વારાણસી કોર્ટમાં શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ સાથે સિવિલ દાવો દાખલ કર્યો હતો. 

ચાલુ રહેશે શૃંગાર ગૌરી પર સુનાવણી 
હિન્દુ પક્ષે જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત શૃંગાર ગૌરી સહિત અન્ય ધાર્મિક સ્થળોએ નિયમિત પૂજા કરવાની પરવાનગી માગી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર જિલ્લા કોર્ટે નક્કી કરવાનું હતું કે આ કેસ સુનાવણી યોગ્ય છે કે નહીં. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે કોર્ટમાં આ કેસ અયોગ્ય હોવાની દલીલ કરીને કેસને ફગાવી દેવાની માગણી કરી હતી. કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલને ફગાવી દીધી છે અને પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ મામલાની સુનાવણી સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર 07 નિયમ 11 હેઠળ થઈ શકે છે, જેના માટે 22 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.
 
ડિસ્ટ્રીક્ટ કોર્ટના ચુકાદાને મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો 
આ કેસમાં મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ તેના વાંધાને નકારી કાઢવા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં વારાણસી જિલ્લા કોર્ટના 12 સપ્ટેમ્બરના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. કોર્ટમાં દાખલ થયેલા દાવામાં પાંચ મહિલા સહિત દસ લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. વારાણસીના જિલ્લા કોર્ટે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાને પહેલાથી જ નકારી દીધો હતો. મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે 1991ના પૂજા સ્થળ અધિનિયમ અને 1995ના સેન્ટ્રલ વકફ એક્ટ હેઠળ નાગરિક દાવાઓ જાળવવા યોગ્ય નથી. ડિસ્ટ્રિક્ટ જજના આ નિર્ણયને મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાલ ચૈત્ર અને વસંતિક નવરાત્રિના ચોથા દિવસે મહિલાઓને ગૌરીની પૂજા કરવાની છૂટ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ