ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / દેશમાં ખુલ્યું પહેલું LPG એટીએમ, ખાલી સિલિન્ડર લાવો.. ગણતરીની મીનિટોમાં ભરેલો લઈ જાવ
Last Updated: 10:40 AM, 19 March 2026
ADVERTISEMENT
મિડલ-ઈસ્ટમાં યુદ્ધની અસર વિશ્વભરમાં તેલ અને ગેસના સંકટ રૂપે જોવા મળી છે. ભારતમાં થોડા દિવસોથી ખાસ કરીને એલપીજીની કમી થઇ રહી હતી. સપ્લાયમાં વિક્ષેપની ચિંતા હોવાથી ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈનો લાગી હતી. આવામાં ગુરુગ્રામમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ એલપીજી એટીએમ શરૂ કરીને મોટી રાહત આપી છે. આ પ્રોજેક્ટ પાયલટ તરીકે શરૂ કરાયો છે.
ADVERTISEMENT
જે સમયે દેશ એલપીજી સપ્લાય સામે ઝઝૂમી રહ્યો છે, સરકારએ તરત જ ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. તેમાં ગેસ સિલિન્ડરની બુકિંગનો સમય વધારવો અને એલપીજી સિલિન્ડરના ભાવ વધારવા પણ સામેલ છે. જોકે સંકટ વચ્ચે સરકારના આદેશ અનુસાર તેલ કંપનીઓએ LPG ઉત્પાદન વધાર્યું છે. આ સમય દરમિયાન આ ક્ષેત્રની મોટી કંપની BPCLએ નવી પહેલ કરી છે અને ગુરુગ્રામમાં એલપીજી એટીએમ શરૂ કર્યું છે જે વપરાશકર્તાઓને માત્ર થોડા મિનિટમાં ગેસ આપે છે.

ADVERTISEMENT
એલપીજી એટીએમ ગુરુગ્રામના સોહના સેક્ટર-33ની એક રહેણાંક ટાઉનશિપમાં છે. આ ઓટોમેટિક એલપીજી વેન્ડિંગ સિસ્ટમ લોકોના ખાલી સિલિન્ડરને ભરી આપે છે હળવા કમ્પોઝીટ સિલિન્ડર્સ સાથે 2-3 મીનિટમાં બદલવાની સુવિધા આપે છે. આ વેન્ડિંગ મશીન સપ્તાહના સાત દિવસ અને 24 કલાક ચાલુ રહે છે અને પુરી રીતે ડિજીટલ અને સંપર્ક રહિત પ્રોસેસ છે.
ADVERTISEMENT
એલપીજી એટીએમમાં ગેસ લેવા માટે યુઝરે પોતાનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવો પડે છે. ત્યારબાદ તે નંબર પર એક OTP (વન ટાઇમ પાસવર્ડ) આવે છે, જે દાખલ કરીને કન્ફોર્મ કરવો પડે છે. ત્યાર પછી સિલિન્ડર પર લાગેલો બારકોડ અથવા ક્યૂઆર કોડ સ્કેન કરવો પડે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઘરમાં છે 100 ગ્રામથી વધારે સોનુ? થઇ જાઓ સાવધાન, પડી શકે છે ઇનકમ ટેક્સની નજર
ખાલી સિલિન્ડર લાવવાથી ભરેલા સિલિન્ડર મળે છે. પેમેન્ટ UPI, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગથી કરી શકાય છે. આ સિસ્ટમ ખાલી સિલિન્ડર પોતાને રાખે છે અને ભરેલો સિલિન્ડર આપે છે. આ એટીએમ લોખંડના સિલિન્ડરની જગ્યાએ હળવા ફાઇબર બેઝ્ડ કમ્પોઝિટ સિલિન્ડર આપે છે, જે લગભગ 15 કિગ્રા હોય છે, જ્યારે પરંપરાગત સિલિન્ડર 31 કિગ્રા હોય છે.
ADVERTISEMENT
આ એલપીજી એટીએમમાં લગભગ 10 સિલિન્ડરની ક્ષમતા છે. જો સ્ટોક ઘટે તો આ સિસ્ટમ આસપાસની ગેસ એજન્સીઓને એલર્ટ કરે છે જેથી સમય પર પુરવઠો થાય. BPCLનું લક્ષ્ય છે કે નવા એલપીજી વિકલ્પોને પ્રોત્સાહન આપવું અને ગેસ એજન્સીઓ પર લોકોની નિર્ભરતા ઘટાડવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT