બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Guru Anna Hazare's statement came out on Kejriwal's arrest

નિવેદન / 'કર્મોનું ફળ' કેજરીવાલની ધરપકડ પર બોલ્યાં ગુરુ અન્ના હજારે, 'દુખ તો એ છે કે'

Priyakant

Last Updated: 01:24 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Arrest Latest News: અણ્ણા હજારેએ કેજરીવાલની ધરપકડને તેમના કાર્યોનું પરિણામ ગણાવ્યું, કહ્યું  એક સમયે મારી સાથે દારૂના વિરોધમાં અવાજ ઉઠાવતા હતા

Arvind Kejriwal Arrest : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (55 વર્ષ)ની ધરપકડ બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. EDની ટીમ ગુરુવારે સાંજે 10મીએ સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી અને કથિત લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની બે કલાક પૂછપરછ કરી અને તેમની ધરપકડ કરી હતી. આ બધાની વચ્ચે હવે અન્ના હજારેનું પણ નિવેદન સામે આવ્યું છે. અણ્ણા હજારેએ કેજરીવાલની ધરપકડને તેમના કાર્યોનું પરિણામ ગણાવ્યું છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સમાજસેવક અણ્ણા હજારેની પહેલી પ્રતિક્રિયા આવી છે. અણ્ણા હજારેએ યાદ કર્યું કે, કેજરીવાલ એક સમયે તેમની સાથે દારૂના વિરોધમાં અવાજ ઉઠાવતા હતા.અણ્ણાએ એ વાતનું દુ:ખ વ્યક્ત કર્યું કે, એક સમયે તેમની સાથે દારૂની વિરુદ્ધ કામ કરનારાઓએ દારૂની નીતિ બનાવવાનું શરૂ કર્યું. 

મહારાષ્ટ્રમાં તેમના ગામ રાલેગણ સિદ્ધિથી એક નિવેદન જાહેર કરતા હજારેએ કહ્યું, મને ખૂબ જ દુઃખ છે કે અરવિંદ કેજરીવાલ જેવો વ્યક્તિ, જે મારી સાથે કામ કરતો હતો. અમે દારૂ અંગે અવાજ ઉઠાવ્યો હતો, આજે તે દારૂની નીતિ બનાવી રહ્યા છે. મને આ વાતનું દુઃખ લાગ્યું. પણ શું કરશે, સત્તાની સામે કશું જ ચાલતું નથી. છેવટે તેના કામના કારણે તેની ધરપકડ કરવામાં આવી. જો આપણે આ વાતો ન કહી હોત તો ધરપકડનો પ્રશ્ન જ ન હોત. જે કંઈ થયું છે જે કંઈ કાયદાકીય રીતે થશે, તે સરકાર જોશે. 

અણ્ણા હજારે સાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુદ્ધ 
નોંધનીય છે કે વર્ષ 2011માં અણ્ણા હજારેએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું હતું અને આ યુદ્ધમાં કેજરીવાલ તેમની સાથે મક્કમતાથી ઊભા હતા. અણ્ણા હજારેએ અરવિંદ કેજરીવાલ સાથે મળીને ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન ગ્રુપ (IAC)ની પણ રચના કરી હતી, જેમાં લોકપાલ બિલના અમલની માંગણી કરવામાં આવી હતી. આ માંગને લઈને તેઓ રામ લીલા મેદાનમાં ભૂખ હડતાળ પર બેઠા હતા. તે સમયે આ આંદોલન 28 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. તે સમયે અન્ના હજારેની સાથે આ આંદોલનમાં અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, સંજય સિંહ અને મનીષ સિસોદિયા પણ સામેલ હતા, પરંતુ અણ્ણા હજારે પછી કેજરીવાલ આંદોલનના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. આ પછી કેજરીવાલે પોતાની પાર્ટી બનાવી અને 24 નવેમ્બર 2012ના રોજ આમ આદમી પાર્ટીની રચના કરવામાં આવી. 

વધુ વાંચો: સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને ન આપી રાહત, રાહત માટે આ કામ કરવાનું કહ્યું

2 કલાકની પૂછપરછ અને કેજરીવાલની ધરપકડ
તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ કરી છે. તેમના પર દારૂની નીતિ અંગે ષડયંત્ર રચવાનો અને પાર્ટી પાસેથી 100 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. EDએ આ કેસમાં પૂછપરછ માટે કેજરીવાલને 9 સમન્સ મોકલ્યા હતા પરંતુ તેમણે તે દરેકને ગેરકાયદે ગણાવીને અવગણ્યા હતા. બીજી તરફ ધરપકડના ડરથી કેજરીવાલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો પરંતુ ત્યાંથી તેમને કોઈ રાહત ન મળી, ત્યારબાદ ED 10મીએ સમન્સ લઈને ગુરુવારે રાત્રે તેમના નિવાસસ્થાને પહોંચી અને 2 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ