બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Gurjar community leader Kirodi Singh Bainsla dies in jaipur

BIG BREAKING / ભારતીય સેનામાં કર્નલ અને પાકિસ્તાનમાં યુદ્ધ કેદી રહી ચૂકેલા ગુર્જર નેતા કિરોડી સિંહનું જયપુર ખાતે નિધન

Dhruv

Last Updated: 09:46 AM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાનું નિધન થયું છે. તેઓ ઘણાં દિવસથી બીમાર હતાં. બૈંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલનનો મોટો ચહેરો હતાં. જો કે બાદમાં તેઓ ભાજપમાં જોઇ ગયા હતાં.

  • રાજસ્થાનના ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાનું નિધન
  • રાજસ્થાનમાં ગુર્જર આંદોલનનો મોટો ચહેરો હતાં
  • કિરોડી લાલ બૈંસલા ભારતીય સેનામાં કર્નલ રહી ચૂક્યાં છે

કિરોડી લાલ બૈંસલા ભારતીય સેનામાં કર્નલ રહી ચૂક્યાં છે. 2007માં તેમના નેતૃત્વમાં રાજસ્થાનમાં ગુર્જરોએ મોટું આંદોલન કર્યું હતું. રાજસ્થાનમાં ગુર્જરોને અનામત મળે તે માટે આ આંદોલન કરવામાં આવ્યું હતું. જણાવી દઇએ કે, તેઓ ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા હતાં.

ઓમ બિરલાએ શોક વ્યક્ત કર્યો

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કર્નલ કિરોડી સિંહ બૈંસલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, બૈંસલા સામાજિક ચળવળના મજબૂત નેતા હતા. તેઓ સામાજિક અધિકારો માટે જીવનભર લડ્યાં છે. તેઓની ગેરહાજરી હંમેશા અનુભવાશે. ભગવાન દિવંગત તેમની આત્માને શાંતિ આપે. પરિવાર અને ચાહકો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું.

કોરોના સમયગાળા દરમિયાન બે વખત સંક્રમિત થઇ ચૂક્યા હતાં

કિરોડી લાલ ઘણા લાંબા સમયથી બીમાર હતા. આવી સ્થિતિમાં તેમના પુત્ર વિજય બૈંસલા ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા બની ગયા છે. કિરોડી લાલ કોરોના સમયગાળા દરમિયાન બે વખત સંક્રમિત થઇ ચૂક્યા હતાં. 2007માં બૈંસલાના નેતૃત્વમાં ગુર્જરોનું મોટું આંદોલન થયું હતું. એ પછી 2015માં પણ તેમના નેતૃત્વમાં ફરી વાર મોટું ગુર્જર આંદોલન થયું હતું. 25 દિવસના આ આંદોલન બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે બૈંસલાના નેતૃત્વમાં ગુર્જર સમુદાયની બેઠક યોજી હતી. જેમાં ગુર્જરોને 5% અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો.

જાણો કોણ હતા કિરોડી સિંહ બૈંસલા?

કર્નલ કિરોડી સિંહ બૈંસલાનો જન્મ રાજસ્થાનના કરૌલી જિલ્લાના મુંડિયા ગામમાં થયો હતો. ગુર્જર સમુદાયમાંથી આવતા કિરોડી સિંહે તેમની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી, પરંતુ તેમના પિતા આર્મીમાં હોવાને કારણે તેમનો લગાવ આર્મી તરફ હતો. આથી તેઓએ સેનામાં જોડાવાનું મન બનાવી લીધું હતું. બાદમાં તેઓ સૈનિક તરીકે સેનામાં જોડાયા. બૈંસલા સેનાની રાજપૂતાના રાઈફલ્સમાં ભરતી થયા હતાં અને આર્મીમાં હતાં ત્યારે 1962ના ભારત-ચીન યુદ્ધ અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમણે પોતાના દેશ માટે બહાદુરી બતાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ