ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / VTV વિશેષ / Gujarat's mahesh ahir develops robot to rescue children trapped in borewells

સિદ્ધી / ભલભલા ન કરી શક્યા એ ગુજરાતના ગરીબ ખેડૂતના દીકરાએ કર્યુ, જીવ બચાવતી અનોખી શોધ

Published By: vtvAdmin

Last Updated: 12:12 AM, 24 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દેશના માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગામડાઓમાં પણ ટેલેન્ટની કોઈ કમી નથી. તેનું એક ઉત્તમ ઉદાહરણ રાજુલામાંથી મળી આવ્યું છે. રાજુલાના એક ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા યુવાને એક એવો રોબોટ વિકસાવ્યો છે કે જે બોરવેલમાં પડી ગયેલા બાળક માટે જીવતદાન આપનારો બની રહેશે. કોઈ ઘટના જ્યારે હૃદયમાં સ્પર્શી જાય છે. પછી તે દિશામાં કંઈ કરી છૂટવા કોઈ યુવાનની ટેલેન્ટ કામે લાગી જાય છે. ત્યારે સમાજને તેના કેવા મીઠા ફળ ચાખવા મળે છે તે વાંચો...

ADVERTISEMENT

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. ખેતી માટે પાણીની શોધ એ ખેડૂતોની કાયમી કવાયત છે. પરિણામે આ જે દેશમાં એક મોટા ખેતીલાયક ભૂમિભાગ પર બોરવેલ જોવા મળે છે. આ બોરવેલમાંથી ખેડૂતોને પાણી મળે તેના કરતાં વધારે બોરવેલમાં બાળકો ફસાઈ ગયાની ઘટનાના સમાચાર વધારે સાંભળવા મળતા હોય છે. ત્યારે આવા જ કોઈ બોરવેલમાં બાળક ફસાઈ ગયાની અને મૃત્યુ પામ્યાની હૃદયવિદારક ઘટનાએ રાજુલાના ગરીબ ખેડૂત પરિવારના એક યુવાનને આ દિશામાં સંશોધન કરવા પ્રેરણા આપી.

શું કરી શકે છે આ રોબો?

મૂળ રાજુલાના અને બી.ટેક.નો અભ્યાસ કરતા મહેશ આહિર નામના યુવાને બોરવેલમાંથી બાળકને જીવિત બહાર કાઢે તેવો રોબોટ વિકસાવ્યો છે. આ યુવાને સેલફોન વડે સંચાલિત થતો અને ઊંડા બોરવેલની અંદર જઈને ફસાયેલા બાળકોનું રેસ્ક્યૂ કરી શકે તેવો રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટ પોતાના સેલફોનથી ઓપરેટ કરી શકાય છે. રોબોટ સાથે જોડાયેલા કેમેરા દ્વારા બોરવેલના તળિયા સુધી સ્પષ્ટ જોઈ શકાય છે. એટલું જ નહીં, બોરવેલમાં ફસાયેલા બાળકની હલનચલનની મૂવમેન્ટ પણ જાણી શકાય છે. વધારે નવાઈની વાત એ છે કે, આ રોબોટ સાથે જ ઓક્સિજન પહોંચાડવાની પણ વ્યવસ્થા છે. એટલું નહીં બોરવેલમાં ઊંધા ફસાયેલા બાળકને સીધું કે ચત્તું કરવાની ટેકનિક પણ આ રોબોમાં જોડયેલી છે.

આ અદ્યતન રોબો સંભવિત આપત્તિમાં અસરકારક રીતે ઉપયોગી નીવડશે

બી.ટેકનો અભ્યાસ કરતા મહેશ આહીર એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેને આ પ્રકારના રેસ્ક્યૂ રોબો વિકસાવવા માટે એવા અનેક પરિવારોની વેદના પ્રેરણારૂપ બની છે કે જેના સંતાનો ખુલ્લા બોરવેલમાં ફસાઈને મૃત્યુ પામ્યા હોય. આમ પણ આપણા દેશમાં બોરવેલમા ફસાઈ ગયેલા બાળકોનું રેસ્ક્યૂ કરવાના સાધનો ખૂબ જ ટાંચા છે. આથી ઘણી વખત ત્રણ-ચાર દિવસના રેસ્ક્યૂ ઓપરેશન બાદ પણ બાળકને જીવિત કાઢવામાં સફળતા મળતી નથી. ત્યારે આ યુવાન દ્વારા વિકસાવેલો અદ્યતન રોબો સંભવિત આપત્તિમાં અસરકારક રીતે ઉપયોગી નીવડશે તેમા બે મત નથી.

આવા સંશોધનો નાણાંકીય રીતે પણ ઘણા ખર્ચાળ હોય છે

જોકે માનવજાતને ઉપયોગી થતાં આવા સંશોધનો માટે જેટલી મહેનતની જરૂર પડે છે તેટલી જ સરકારની મદદની પણ જરૂર પડતી હોય છે. કેમ કે આવા સંશોધનો નાણાંકીય રીતે પણ ઘણા ખર્ચાળ હોય છે. એટલું જ નહીં સંશોધન સ્પર્ધાના આ યુગમાં આવા નવતર સંશોધનોની પેટન્ટ પણ વહેલી તકે કરાવી લેવી પડે છે. ત્યારે આ નવા રોબોનો ડેમો જોવા માટે આવેલા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર પાસે મહેશ અને તેના પરિવારજનોએ સરકારી મદદની અપેક્ષા રાખી છે. એક જનપ્રતિનિધિએ પણ આ સાહસિક અને સંશોધક યુવાનને પ્રોત્સાહન આપ્યું છે.

માનવજાત માટે આશીર્વાદરૂપ આ પ્રકારના સંશોધનો માટે નાણાંકીય મદદ સાથે સરકારી પ્રોત્સાહનની પણ જરૂર હોય છે. કેમ કે, ઊભરતી ટેલેન્ટ માટે મદદ અને પ્રોત્સાહન પોષણનું કામ કરતાં હોય છે. જેના ફળ અંતેતો સમાજને જ મળતા હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

borewells gujarat rajula rescue robo બોરવેલ રેસ્ક્યૂ Siddhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ