બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગાંધીનગરના સમાચાર / વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં GIFT સિટી કરશે આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષમતાનું પ્રદર્શન
Last Updated: 11:07 AM, 27 June 2026
Vibrant Gujarat Regional Summit : ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ વૈશ્વિક નાણાકીય ક્ષેત્રમાં પણ પોતાની મજબૂત ઓળખ ઉભી કરી રહ્યું છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું તરીકે આવનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં GIFT સિટી પોતાની આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષમતાનું વિશેષ પ્રદર્શન કરવા જઈ રહી છે. 30 જૂને વડોદરાની GSFC યુનિવર્સિટીમાં યોજાનાર આ સમિટમાં ઉદ્યોગ, શિક્ષણ અને નાણાકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ એક મંચ પર આવી વૈશ્વિક રોકાણ અને નાણાકીય સહકારની સંભાવનાઓ પર ચર્ચા કરશે.
ADVERTISEMENT
સમિટ દરમિયાન “GIFT City: India’s International Financial Gateway” વિષય પર વિશેષ સત્ર યોજાશે, જેમાં બેન્કિંગ, ફંડ મેનેજમેન્ટ, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ તેમજ IFSCAના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર તરીકે GIFT સિટીની વધતી ભૂમિકા અને તેના ભવિષ્યના અવસરો રજૂ કરવાનો રહેશે.

ADVERTISEMENT
છેલ્લા કેટલાક વર્ષોમાં GIFT સિટીએ નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. બેન્કિંગથી લઈને મૂડીબજાર, વીમા, ફંડ મેનેજમેન્ટ અને નવી ટેક્નોલોજી આધારિત સેવાઓ સુધી વિવિધ ક્ષેત્રોમાં તેનો વ્યાપ સતત વધી રહ્યો છે. વૈશ્વિક રોકાણકારો અને સંસ્થાઓ માટે GIFT સિટી એક આકર્ષક ગંતવ્ય તરીકે ઉભરી રહી છે.
આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે, જાણો સમગ્ર શિડ્યુલ
ADVERTISEMENT
વર્તમાન સમયમાં અહીં હજારો વ્યાવસાયિકો કાર્યરત છે અને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પોતાનું સંચાલન કરી રહી છે. ફંડ મેનેજમેન્ટ, એરક્રાફ્ટ લીઝિંગ, શિપિંગ ફાઇનાન્સ તેમજ ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન જેવા ક્ષેત્રોમાં પણ GIFT સિટીએ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ કારણે ગુજરાત હવે માત્ર વેપાર અને ઉદ્યોગનું નહીં પરંતુ વૈશ્વિક નાણાકીય જોડાણનું પણ મહત્વપૂર્ણ કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સમિટ દરમિયાન તૈયાર કરવામાં આવેલા અનુભવાત્મક પેવેલિયન દ્વારા મુલાકાતીઓને GIFT સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાણાકીય ઇકોસિસ્ટમ અને રોકાણની નવી તકો વિશે ઇન્ટરેક્ટિવ રીતે માહિતી આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.