ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ગુજરાત / વડોદરાના સમાચાર / Gujarati poet Khalil Dhantejavi death in Vadodara
ADVERTISEMENT
વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. આ પંકતી છે ખલીલ ધનતેજવીની. જેમનું આજે નિધન થયુ છે.
ADVERTISEMENT

ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતુ. તેઓ ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા. તેમનો જન્મ 12મી ડિસેમ્બર 1935માં વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. તેમણે ફક્ત ધોરણ 4 સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. પણ સાહિત્ય જગતમાં તેઓ ઉમદા વ્યક્તિ તરીકે જાણીતા છે.
ADVERTISEMENT

ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ