બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / gujarati man bhadresh kumar patel on fbis top 10 most wanted list

અમેરિકા / FBIના ટોપ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં આ અમદાવાદી યુવાનનું નામ, એક લાખ ડોલરનું ઈનામ

Published By: Mehul

Last Updated: 10:56 PM, 19 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ની ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં એક ભારતીય પણ સામેલ છે. આ ટોપ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ વ્યક્તિનું નામ છે ભદ્રેશ કુમાર પટેલ. તેણે પોતાની પત્નીની હત્યા કરી હતી. આ ભાગેડુ આરોપીને એફબીઆઇ ગત ચાર વર્ષથી શોધી રહી છે

  • અમેરિકાની FBIની ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે આ ભારતીય
  • અમદાવાદના વિરમગામના ભદ્રેશ પટેલે પર છે એક લાખ ડોલરનું ઇનામ
  • આરોપી ભદ્રેશ પટેલનું નામ પહેલીવાર 2017માં સામેલ કરાયું હતું

નોંધનીય છે કે, અમેરિકા અને ભારત દ્વારા એક સાથે શોધવામાં આવી રહેલો ટોપ મોસ્ટ વોન્ટેડ આરોપી છે. ગુજરાતના અમદાવાદના વિરમગામ ખાતે રહેનાર પટેલ એફબીઆઇની ટોપ 10 મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં સામેલ છે. અને તેના પર એક લાખ ડોલર (70 લાખ રૂપિયા) નું ઇનામ જાહેર કરાયું છે. 

એફબીઆઇ મુજબ, પટેલ ઠંડા કલેજ હત્યા કરનાર છે, એક ખતરનાર ગૂનેગાર છે. ભદ્રેશ પટેલે મેરિલેન્ડ સ્થિત હેનોવરના ડંકિન ડોનટ સ્ટોરમાં ખુબ જ નિર્દયતાથી પોતાની જવાન પત્નીની હત્યા કરી હતી. ભદ્રેશ પટેલ 2019થી જ એક જગ્યાથી બીજી જગ્યા ભાગતો રહે છે. ત્યારથી જ તેનુ નામ આ લિસ્ટમાં સામેલ છે. 

આરોપી ભદ્રેશ પટેલનું નામ પહેલીવાર 2017માં સામેલ કરાયું હતું. એફબીઆઇ (FBI)ને તેની તપાસમાં મદદ કરનાર દેશના પોલીસ અધિકારી કેલી હાર્ડિંગે કહ્યું, પટેલે પોતાની પત્ની (પલક) ની ખુબજ નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી. ત્યારથી અમે આરોપીની શોધ કરી રહ્યા છીએ. 

નોંધનીય છે કે, પલક 21 વર્ષની હતી અને એ સમયે પટેલની ઉંમર 24 વર્ષની હતી. બંને ડંકિન ડોનટ્સ સ્ટોરમાં રાતની શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. સ્ટોર પરથી સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. આ બર્બર હત્યાનો ખુલાસો એફબીઆઇએ કર્યો હતો. આરોપીની પત્ની પલકનું મૃત શરીર 12 એપ્રિલ 2015ના દિવસે મળી આવ્યું હતું. 

જેના પર ચાકૂના કેટલાય નિશાન હતા. બર્બરતાથી માર માર્યા બાદ ચાકૂથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ ભદ્રેશ પટેલે સ્ટોરથી ભાગીને પાસેના પોતાના એપાર્ટમેન્ટ પર પરત ફર્યો હતો. ત્યારબાદ કેટલોક સામાન સાથે લઇને એક કેબ ભાડે લીધી હતી અને નેવાર્ક સ્થિત એરપોર્ટ પાસેની એક હોટલ ચાલ્યો હતો. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Gujarati News India NRI USA ahmedabad ગુજરાતી ન્યૂઝ America

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ