બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરમાં MLA અનંત પટેલના ઘરમાંથી ઝડપાયેલ કપલ કોણ હતું? રાત કેમ રોકાણું? નામ ભારે હેરાનીભર્યું

ગુજરાત / ગાંધીનગરમાં MLA અનંત પટેલના ઘરમાંથી ઝડપાયેલ કપલ કોણ હતું? રાત કેમ રોકાણું? નામ ભારે હેરાનીભર્યું

Published By: Hiralal Parmar

Last Updated: 01:27 PM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર સ્થિત ધારાસભ્ય આવાસમાં કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી ઝડપાયેલ કપલને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે.

ગુજરાતમાં ધારાસભ્યોની છબી ખરડતી એક ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં આવેલા જુના એમએલએ ક્વાર્ટરમાં વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી ઝડપાયેલ કપલે મામલે મોટી જાણકારી સામે આવી છે. પોલીસ તપાસમાં એવી વાત સામે આવી છે કે આ કપલ સગીર હતું જેમાં છોકરી કોલેજ કરતી હતી તો છોકરો ખાનગી કંપનીમાં કામ કરતો હતો, છોકરો અને છોકરી ધારાસભ્ય અનંત પટેલના પીએના ઓળખીતા હતા, અને ગાંધીનગરના રહેવાશી હતા. એટલે એવી શંકા છે કે પીએ જ તેમને ધારાસભ્યમાં ઘરમાં રાતવાસો કરવા દીધો હતો.

બન્નેની સગાઈ થવાની છે

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે બન્ને પ્રેમી-પંખીડા હતા અને બન્ને સગાઈ પણ છે. જોકે પોલીસને આમાં કંઈ વાંધાજનક ન દેખાતાં બન્નેને છોડી મૂકાયા હતા, પોલીસે મામલો તો નિપટાવી દીધો પરંતુ રાજકીય વર્તૂળોમાં તેની જબરી ચર્ચા ચાલી હતી.

શું બન્યું હતું?

હકીકતમાં સેક્ટર-21 પોલીસ સ્ટેશનના PI રેખા સિસોદિયા અને તેમની ટીમને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે એક ધારાસભ્યના આવાસમાં એક કપલ રોકાયેલું છે. પોલીસે તપાસ કરતાં આ કપલ નવસારીના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના ઘરમાં રોકાયેલું હોવાનું સામે આવ્યું હતું.

ધારાસભ્યના પીએ જ કપલે રહેવા દીધા હતા

એવું પણ સામે આવ્યું છે ધારસભ્યના પીએ જ કપલને રહેવા દીધા હતા. પીએમ છોકરા અને છોકરીને ઓળખતા હતા.

વધુ વાંચો : 21મા હપ્તા પહેલાં કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી આ મોટી ગિફ્ટ, જગતના તાતમાં વ્યાપી ખુશાલી

રાજકીય વર્તૂળોમાં ભારે ચર્ચા

પોલીસ મામલો તો ઉકેલી નાખ્યો છે પરંતુ રાજકીય વર્તૂળોમાં ચર્ચા છે કે આખરે કેમ ધારાસભ્યના ઘરના બીજા માટે કેવી રીતે ઉપયોગ થઈ શકે. જોકે આમાં કપલે એકાંત માણવા માગતું હોય તેવું પણ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MLA anant patel MLA quarters

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ