ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉનાના ચકચારી કાંડમાં 5 દોષિત, ગાયનું ચામડું ઉતારવાના શકમાં મરાયો હતો ઢોરમાર

ઉના કાંડ 2016 / ઉનાના ચકચારી કાંડમાં 5 દોષિત, ગાયનું ચામડું ઉતારવાના શકમાં મરાયો હતો ઢોરમાર

Published By: Priykant Shrimali

Last Updated: 09:03 PM, 16 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Una Dalit Assault Case : દલિત સમાજના સાત લોકોને મરેલી ગાયનું ચામડું ઉતારવાની શંકા રાખી કેટલાક લોકોએ કાર સાથે બાંધીને લાકડીઓ અને પાઇપ જેવા હથિયારો વડે માર માર્યો હતો, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકે

ADVERTISEMENT

Una Dalit Assault Case : ગીર સોમનાથ જિલ્લાના બહુચર્ચિત ઉના દલિત અત્યાચાર કેસ 2016 મામલે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. વાસ્તવમાં વેરાવળ કોર્ટે આ કેસમાં કુલ 42 આરોપીઓમાંથી 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. દોષિત ઠરેલા આરોપીઓને કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે.

આ લોકો જાહેર થયા દોષી

કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા આરોપીઓમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીનો સમાવેશ થાય છે. જ્યારે આ કેસમાં સામેલ 37 આરોપીઓને પુરાવા પૂરતા ન હોવાના કારણે નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવામાં આવ્યા છે. તેમાં ચાર પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. નિર્દોષ જાહેર કરાયેલા લોકોમાં કંચનબેન, તત્કાલીન PSI પાંડે, તત્કાલીન ઉના PSO કરશન ભાઈ અને નિર્મલ ઝાલા (નિધન થઈ ચૂક્યું છે) નો સમાવેશ થાય છે.

શું હતો સમગ્ર મામલો?

આ ઘટના 11 જુલાઈ, 2016ના રોજ ઉના તાલુકાના મોટા મોટા સમઢિયાળા ગામે બની હતી. દલિત સમાજના સાત લોકોને મરેલી ગાયનું ચામડું ઉતારવાની શંકા રાખી કેટલાક લોકોએ કાર સાથે બાંધીને લાકડીઓ અને પાઇપ જેવા હથિયારો વડે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે સમગ્ર દેશમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. આ ઘટનાના કારણે દેશભરમાં દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

આ પણ વાંચો : VIDEO : 'બહેન-દિકરીઓને આડો આવ્યો તો છોડીશ નહીં', બોટાદના ઉમરાળા ગામે પુરુષોત્તમ સોલંકીએ હુંકાર કર્યો

ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અને હુલ્લડના બનાવો નોંધાયા હતા. અંદાજે 74 જેટલા હુલ્લડના બનાવો સામે આવ્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત પણ થયું હતું અને જાહેર મિલકતોને મોટું નુકસાન થયું હતું. હવે આ કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે અને દોષિત ઠરેલા આરોપીઓને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Una Dalit Assault Case Una incident 2016 Gujarat Veraval court verdict

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ