ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : 'બહેન-દિકરીઓને આડો આવ્યો તો છોડીશ નહીં', બોટાદના ઉમરાળા ગામે પુરુષોત્તમ સોલંકીએ હુંકાર કર્યો

નિવેદન / VIDEO : 'બહેન-દિકરીઓને આડો આવ્યો તો છોડીશ નહીં', બોટાદના ઉમરાળા ગામે પુરુષોત્તમ સોલંકીએ હુંકાર કર્યો

Published By: Priykant Shrimali

Last Updated: 07:38 PM, 16 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Purushottam Solanki : ઉમરાળા ગામે પુરુષોત્તમ સોલંકીનો સંદેશ, બહેન-દિકરીઓને કોઈ આડો આવ્યો તો છોડવામાં નહીં આવે, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Purushottam Solanki : પુરુષોત્તમ સોલંકીએ બોટાદ જિલ્લાના ઉમરાળા ગામે યોજાયેલા સમૂહલગ્ન કાર્યક્રમમાં હાજરી આપી લોકો સમક્ષ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન તેમણે ખાસ કરીને સમાજની બહેન-દિકરીઓની સુરક્ષા અંગે કડક વલણ દાખવી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, તમારો સાવજ સારા સારાને ખાઈ જશે.

સમૂહલગ્ન કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે પુરુષોત્તમ સોલંકીએ કહ્યું કે લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તેમણે જણાવ્યું કે “તમારો સાવજ હજુ જીવે છે અને જો કોઈ બહેન-દિકરીઓને આડો આવશે તો તેને છોડવામાં નહીં આવે.” તેમના આ નિવેદનથી કાર્યક્રમમાં હાજર લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, તેઓ માત્ર બોલવામાં નહીં પરંતુ કામ કરીને બતાવવામાં વિશ્વાસ રાખે છે. સમાજને મુશ્કેલી પડે ત્યારે તેઓ હંમેશા સાથે ઊભા રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

આ સાથે સાથે સાથે પુરુષોત્તમ સોલંકીએ રાજકારણ અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે, ઘણા લોકો કહે છે કે તેઓ વધારે રાજકારણ કરે છે, પરંતુ જો તેઓ ખરેખર રાજકારણ કરવા માંગતા હોત તો આજે મુખ્યમંત્રીના પદ પર પણ હોઈ શકતા. તેમણે ઉમેર્યું કે તેમને કોઈને ખુશ કરવા માટે ભાઈ-બાપા કહેવું કે પગે પડવું આવડતું નથી.

આ પણ વાંચો : 'ગુજરાતમાંથી સેટેલાઈટ લોન્ચ કરી શકાશે', અર્જુન મોઢવાડિયાની વિધાનસભામાં મોટી જાહેરાત

આ કાર્યક્રમમાં 11 દિકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુંવરજી બાવળિયા, કાળુભાઇ ડાભી અને શંકર વેગડ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સમૂહલગ્નના આ કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, સહકાર અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેને કારણે કાર્યક્રમનું મહત્વ વધુ વધ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Purshottam Solanki statement Purshottam Solanki speech Umrala Botad event

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ